- જામનગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા યુવા સંકલ્પ યાત્રા યોજાઈ
- મેરેથોન દોડને લય જામનગર વાસીઓમાં ઉત્સાહ
- આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદી 75 વર્ષની ઉજવણી
જામનગર:આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીના 75 વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાતમાં યુવા ભાજપ દ્વારા મેરેથોન અને સાયકલના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના ભાગરૂપે જામનગરની જનતાનુ સ્વાસ્થ્ય સારું રહે તે હેતુથી ભારતીય જનતા યુવા ભાજપ દ્વારા યાત્રા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે 1000 થી વધુ (મહિલા, બાળકો, જનરલ તથા વિકલાંગ) સહિતના લોકોએ ભાગ લીધો હતો. જામનગરમાં લાલ બંગલા સર્કલથી મેરેથોન દોડનું આયોજન કરામાં આવ્યું હતુ.
આ પણ વાંચો:જામનગરમાં કોંગી મહિલા કોર્પોરેટરનો અનોખો વિરોધ, રખડતા ઢોર મનપા કચેરીના પટાંગણમાં બાંધ્યાદોડનું આયોજન
જેમાં બાળકોની કેટેગરીમાં જાડેજા રૂષિરાજસિંહ, મિત રાયઠઠા, ચંદ્રેશ્વર મહેતા, ૐ જેઠવા, જય રાવળીયા, મહિલા કેટેગરીમાં માજી કાજલ, કદાવડા જયમીન, મિસ્ત્રી માહી, કટેશીયા મિત્તલ, ડાભી શીતળ, તથા જનરલ કેટેગરીમાં જયરાજસિંહ એમ જાડેજા, જાડેજા મનજીતસિંહ જોગેન્દ્રસિંહ, કરણ જોડ, કૃષ્ણાનંદ તિવારી, વનરાજગીરી અપારનાથી અનુક્રમે એકથી પાંચમુ સ્થાન પ્રાપ્ત કર્યા હતા. વિશેષથી આ દોડમાં વિકલાંગ બાળકોએ પણ ભાગ લીધો હતો.