- કોરોનાના મુતકો માટે શાંતિ યજ્ઞનું આયોજન
- વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શાંતિ યજ્ઞ યોજાયો
- જામનગરમાં કોરોનામાં મૃત્યુ પામેલાનો ઓફિસિયલી આંકડો માત્ર 350 છે
જામનગરઃ કોરોનાએ કહેર મચાવ્યો છે, તેના લીધે અનેક લોકોના મોત કોરોનાથી નિપજ્યા છે. જો કે, હવે કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. ત્યારે જામનગરમાં સંસ્કૃત પાઠશાળા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃજામનગરમાં આવતીકાલે તમામ ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન
જામનગર ગ્રામ્ય અને શહેરમાં 3000 જેટલા લોકોના મૃત્યુ થયા છે
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 3000 જેટલા લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જો કે, ઓફિસિયલી આંકડો માત્ર 350 છે.
જામનગર પંથકમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો
કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે, ત્યારે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલાની આત્માને શાંતિ મળે તે માટે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો તેમજ સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞ યોજાયો હતો.
જામનગરમાં VHP દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તેવા ઉદ્દેશ્યથી યોજાયો યજ્ઞ આ પણ વાંચોઃવિશ્વ કલ્યાણ અર્થે સોમનાથ મહાદેવ મંદિરે 5 દિવસીય અમૃત સંજીવની મહામૃત્યુંજય જપ યજ્ઞ થશે
સંસ્કૃત પાઠશાળા ખાતે યજ્ઞનું આયોજન કરાયું
વિશ્વ હિન્દુ પરિષદના ભરતભાઇ દ્વારા સંસ્કૃત પાઠશાળા ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગરના મેયર બીના કોઠારી, સ્ટેડીંગ કમિટીના ચેરમેન ,મોક્ષ ફાઉન્ડેશનના વિક્રમસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.