ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરઃ ગુજરાતમાં સૌપ્રથમ કોવિડ દર્દીના છાતીના નિદાન માટે એકસ-રે મશીન જી.જી. હોસ્પિટલમાં ઇન્સ્ટોલ

જામનગરના જી.જી.હોસ્પિટલ ખાતે સંક્રમિત દર્દીઓની સારવાર વધુ સારી અને ઝડપથી થઇ શકે તે માટે ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ સતત 24 કલાક ખડેપગે છે. આ સમયે દર્દીની સારવારમાં ઉપયોગી એવા યંત્રોની પણ કોવિડના દર્દીના જીવ બચાવવામાં એક મહત્વની ભૂમિકા હોય છે, ત્યારે જી.જી. હોસ્પિટલમાં અદ્યતન એકસ-રે મશીન ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે.

jamnagar
jamnagar

By

Published : Sep 25, 2020, 2:23 PM IST

જામનગર: હાલમાં પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા રોજ 60 થી 70 જેટલા દર્દીઓના એક્સ-રે કરવામાં આવે છે, પરંતુ ખૂબ નાના પાયે છાતીમાં આ પ્રકારના ઇન્ફેક્શન થયા હોય તેને જાણી અને તાત્કાલિક સારવાર આપવામાં આવે તો દર્દીના બચવાની શક્યતાઓ વધી જાય છે, ત્યારે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગુજરાતનું સૌપ્રથમ એવું અદ્યતન 800 એક્સ-રે ની ક્ષમતા ધરાવતું મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ મશીન કાર્યરત થવાથી દર્દીની છાતીમાં રહેલા નાનામાં નાના ચેપ, કોરોનાને કારણે છાતીમાં થતી અન્ય તકલીફો વિશે જાણી શકાશે.

ગુજરાતમાં સૌપ્રથમ કોવિડના દર્દીના છાતીના નિદાન માટે એકસ-રે મશીન જી.જી. હોસ્પિટલમાં ઇન્સ્ટોલ

વધુમાં જણાવીએ તો વેન્ટિલેટર, બાઈપેપ મશીનો જેવા મશીનો વિશે સામાન્ય લોકો પણ હવે માહિતગાર થયા છે, પરંતુ કોવિડના દર્દીઓને કોરોનાના કારણે ન્યુમોનિયા, છાતીના ભાગમાં પાણી ભરાવું વગેરે જેવી તકલીફો થતી હોય છે. આ માટે કોવિડ હોસ્પિટલમાં પોર્ટેબલ એકસ-રે મશીન કાર્યરત છે, જેના દ્વારા દર્દીના બેડ પર જ જઈને આ મશીન તેનો એક્સ-રે લઈ ડોક્ટરને તેની છાતીની સ્થિતિ વિશે માહિતી આપે છે.

જામનગરની કોવિડ હોસ્પિટલ ખાતે કાર્યરત ડૉ. કૃતિક વસાવડા અને ડો. નીરજ દોશી આ મશીનની ખાસિયત જણાવતાં કહે છે કે, આ મશીન દર્દીની છાતીનો માઈક્રો એક્સ-રે દર્શાવી દર્દીની તકલીફને શરૂઆતના સમયમાં જ દર્શાવી દે છે, નાનામાં નાના ચેપ વિશેની માહિતી ડૉક્ટરને મળવાથી દર્દીને આવશ્યક સારવાર તાત્કાલિક ચાલુ કરી શકાશે. આ મશીનને કોવિડ હોસ્પિટલમાં જ ઇન્સ્ટોલ કરી કોવિડના દર્દીઓને ક્યાંય પણ એક્સ-રે માટે જવું ન પડે તેવી વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details