જામનગર: સાયકોલોજી બીજા વર્ષમાં અભ્યાસ કરતી જામનગરનીઇશિતા જેઠવા(Ishita jethva donated hair)એ નાની ઉંમરમાં એક પ્રેરણા દાયક કામ કર્યું છે. કેન્સરના દર્દીઓને માનસિક રીતે હિમ્મત આપવા માટે ઇશિતાએ પોતાના વાળ ડોનેટ (donated hair for cancer patients)કર્યા છે. આજે વિશ્વ કેન્સર (world Cancer Day 2022)દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્સરની સારવાર ખુબ જ લાંબી અને અસહ્ય હોઈ છે. કેન્સરની સરવાર દરમિયાન દવાઓના હેવી ડોઝને કારણે શરીર પર તેની આડ અસર જોવા મળતી હોઈ છે. જેમાં સૌથી વધૂ અસર વાળ પર થાય છે, કેન્સરના દર્દીઓમાં વાળ ખરી જવાની ફરિયાદ વધુ જોવા મળે છે.
જામનગરની યુવતીએ કેન્સરના દર્દીઓ માટે કર્યા વાળ ડોનેટ આ પણ વાંચો:World Cancer Day 2022: 10 વર્ષમાં બમણાં થયાં કેન્સરના દર્દીઓ, તમે તો નથી રાખતાને આ બેદરકારી!
કેવી રીતે આવ્યોવિચાર?
ઇશિતા એમ એસ યુનિવર્સિટી વડોદરામાં (MS University Vadodara) સાયકોલોજી ડીપાર્ટમેન્ટમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ઇશિતાનું કહેવું છે કે, તેઓ ઘણા સમયથી વિચારતા હતા કે વાળ ડોનેટ કરવા છે, હાલમાં જ તેઓ કેન્સર ડે પર આર્ટિકલ તૈયાર કરતા હતા ત્યારે તેઓને વિચાર આવ્યો કે, હું ઘણા સમયથી વાળ કાપવું છું એના કરતા કોઈ જરૂરિયાતમંદ લોકોને ડોનેટ કરું એ સારુ રહેશે. ઇશિતાએ જણાવ્યું કે વાળથી કોઈને જો હેલ્પ થાય તો એ સારી બાબત છે. જામનગર જીજી હોસ્પિટલના ડીન નંદિની દેસાઈએ જણાવ્યું કે, સાયકોલોજી ડીપારમેન્ટની વિદ્યાર્થીની ઇશિતાએ તેમની જ હોસ્પિટલમાં હેર ડોનેટ કર્યા છે, એ ખુબ સારી વાત છે, તેના કારણે કેન્સરના દર્દીઓને માનસિક મદદ મળશે સાથે સાથે અન્ય લોકોને પણ પ્રેરણા મળશે.
આ પણ વાંચો:World Cancer Day 2022: આ વખતે આ દિવસની થીમ છે 'ક્લોઝ ધ કેર
દર્દીના શરીર પર આડ અસર
ઉલ્લેખનીય છે કે, કેન્સર જેવા અસાધ્ય રોગની સારવાર ખુબ જ લાંબી ચાલતી હોઈ છે. એટલું જ નહીં કેન્સરની દવા એટલી ભારે હોઈ છે કે આ દવાની દર્દીના શરીર પર કેટલીક આડ અસર જોવા મળે છે. ખાસ કરીને મોટાભાગના દર્દીઓના વાળ ઝડપથી ખરી જાય છે, યુવરાજ સિંહ અને સોનાલી બેન્દ્રે સહિતની હસ્તિઓેેએ પણ આ પરિસ્થિતિનો સામનો કરી લોકોને દાખલો બેસાડ્યો છે. બજારમાં આર્ટિફિશિઅલ હેર મળતા હોઈ છે, જો કે આ વાળ ખુબ જ ખર્ચાળ હોઈ છે, ત્યારે આવા સમયે કેન્સરના દર્દીઓને સમાજમાંથી ઈશાતા જેવા લોકોની મદદ મળે તો માનસિક રીતે ઘણી રાહત થાય છે.