ગુજરાત

gujarat

ETV Bharat / city

World Ayurveda Festival: આયુર્વેદ અને ઉપચારની પરંપરાગત પધ્ધતિઓ તરફ વધતી રૂચિ દર્શાવે છે : વડાપ્રધાન મોદી - ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ

ચોથા વિશ્વ આયુર્વેદ ઉત્સવને (World Ayurveda Festival) સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ સ્થિતિ આયુર્વેદ અને ઉપચારની પરંપરાગત પધ્ધતિઓ તરફ વધતી રૂચિ દર્શાવે છે. આ મંચ ઉપરથી દુનિયાભરમાં આયુર્વેદ માટે કામ કરી રહેલા તમામ લોકોની કદર કરીએ છીએ તેમની ધીરજ અને સતત મચ્યા રહેવાની પ્રવૃત્તિથી સમગ્ર માનવ જાતને લાભ થશે.

World Ayurveda Festival:  આયુર્વેદ અને ઉપચારની પરંપરાગત પધ્ધતિઓ તરફ વધતી રૂચિ દર્શાવે છે : વડાપ્રધાન મોદી
World Ayurveda Festival: આયુર્વેદ અને ઉપચારની પરંપરાગત પધ્ધતિઓ તરફ વધતી રૂચિ દર્શાવે છે : વડાપ્રધાન મોદી

By

Published : Apr 10, 2022, 8:47 AM IST

જામનગર:ચોથા વિશ્વ આયુર્વેદ ઉત્સવને (World Ayurveda Festival) સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ સ્થિતિ આયુર્વેદ અને ઉપચારની પરંપરાગત પધ્ધતિઓ તરફ વધતી રૂચિ દર્શાવે છે. આ મંચ ઉપરથી દુનિયાભરમાં આયુર્વેદ માટે કામ કરી રહેલા તમામ લોકોની કદર કરીએ છીએ તેમની ધીરજ અને સતત મચ્યા રહેવાની પ્રવૃત્તિથી સમગ્ર માનવ જાતને લાભ થશે.

World Ayurveda Festival: આયુર્વેદ અને ઉપચારની પરંપરાગત પધ્ધતિઓ તરફ વધતી રૂચિ દર્શાવે છે : વડાપ્રધાન મોદી

આરોગ્ય સુધી આયુર્વેદ અને પરંપરાગત ઔષધોની અપાર અસર :ભારતીય સંસ્કૃતિ કુદરતનું અને પર્યાવરણનું જે સન્માન કરે છે તેની સાથે આયુર્વેદ ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. અમારા ગ્રંથો જ્યારે કહે છે કે હિતા – હિતમ્ સુખમ દુખમ આયુઃ તસ્ય હિતા- હિતમ્ । માનમ્ તચ્ચ યત્ર ઉક્તમ, આયુર્વેદ સ ઉચ્ચયતે ।। ત્યારે તે આયુર્વેદનુ શ્રેષ્ઠ વર્ણન કરે છે. આયુર્વેદ ઘણાં પાસાંની કાળજી લે છે. તે સારા આરોગ્ય અને દીર્ઘ જીવનની ખાતરી રાખે છે. આયુર્વેદને સમગ્રલક્ષી માનવ વિજ્ઞાન તરીકે વર્ણવવામાં આવે છે તે સાચે જ યોગ્ય છે. છોડવાથી માંડીને આપણી થાળી સુધી, શારિરિક તાકાતથી માંડીને માનસિક આરોગ્ય સુધી આયુર્વેદ અને પરંપરાગત ઔષધોની અપાર અસર છે.

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ સોમનાથમાં કરશે રાત્રિ રોકાણ, સોમવારે મહાદેવની વિશેષ પૂજા

આયુર્વેદ રોગની તુલનામાં નિરોગ અંગે વધુ વાત :એવુ કહેવામાં આવે છે કે ‘સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણં, આતુરસ્ય વિકાર પ્રશમનં એનો અર્થ એવો થાય છે કે હયાત બીમારીઓની સારવાર કરવા ઉપરાંત આયુર્વેદ શરીરની એકંદર તંદુરસ્તીનું પણ રક્ષણ કરે છે. આયુર્વેદ રોગની તુલનામાં નિરોગ અંગે વધુ વાત કરે છે તેમાં કોઈ અચરજ નથી. જો કોઈ વ્યક્તિ વૈદ્ય પાસે જાય છે તો તે સ્ત્રી થવા પુરૂષને દવા ઉપરાંત કેટલાક મંત્ર પણ મળે છે, જેમ કે ભોજન કરે આરામ સે, સબ ચિંતા કો માર । ચબા ચબાકે ખાઈએ, વૈદ્ય ન આવે દ્વાર ।। આનો અર્થ એવે થાય છે કે તમારા આહારને કોઈ પણ પ્રકારના તણાવ વગર માણો, ભોજનના દરેક કોળીયાનો ધીરે ધીરે આનંદ માણો, જો આ રીતે જમશો તો તમારે ફરી કોઈ વાર ઘરે વૈદ્યને ઘેર બોલાવવો નહીં પડે.

કોરોના કાળમાં ભારતીય મરી મસાલાની વધી હતી માંગ :કોરોના વાયરસ ‘હેલ્થ હેલો’ પ્રોડકટસને વેગ આપે છે. હળદર, આદુ અને આવા અન્ય મસાલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને પગલે આ મસાલાઓની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિ આયુર્વેદ અને પરંપરાગત ઔષધિઓને દુનિયામાં વધુ પ્રચલિત બનવા માટેનો યોગ્ય સમય દર્શાવે છે. આ બાબતોમાં રૂચિ વધતી જાય છે. દુનિયા જોઈ રહી છે કે આધુનિક અને પરંપરાગત ઔષધ બંને શરીર સૌષ્ઠવને આગળ ધપાવવા માટે કેટલા મહત્વનાં છે. લોકોને આયુર્વેદના લાભ તથા તેની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની ભૂમિકાનો ખ્યાલ આવી રહ્યો છે. કાઢા, તુલસી, કાળાં મરી વગેરે તેમના જીવનનો આંતરિક હિસ્સો બની રહયાં છે.

ભારતમાં વેલનેસ ટુરિઝમનો થશે વિકાસ :હાલમાં પ્રવાસનના અનેક પ્રકારો જોવા મળે છે, પરંતુ ભારત તમને વિશેષ પ્રકારનુ વેલનેસ ટુરીઝમ ઓફર કરે છે. વેલનેસ ટુરીઝમના કેન્દ્રમાં બીમારીની સારવારનો સિધ્ધાંત રહેલો છે. બીમારીની સારવાર કરી શરીર સૌષ્ઠવ વધારો અને જ્યારે શરીર સૌષ્ઠવની વાત કરીએ છીએ, ત્યારે તે આયુર્વેદ અને પરંપરાગત ઔષધિઓનો સૌથી મજબૂત સ્તંભ છે. ભરપૂર હરિયાળી ભૂમિ ધરાવતા કેરળ જેવા પ્રદેશમાં તમને ઝેરી તત્વોથી મુક્ત કરતી સારવારની કલ્પના કરી જુઓ. ઉત્તરાખંડમાં નદીના વહેતા પ્રવાહ અને પર્વતીય પવન વચ્ચે યોગ કરતા હો તેવી પણ કલ્પના કરી જુઓ. ઉત્તર પૂર્વનાં લીલાંછમ જંગલો વચ્ચે તમે હો તેની કલ્પના કરી જુઓ, જો તમારૂં આકરૂ સમયપાલન તમને સતત ચિંતા કરાવી રહ્યું હોય તો, તાણ મુક્ત બની જાઓ. આ સમયથી પર એવી ભારતીય સંસ્કૃતિનો લાભ લેવાનો સમય છે. જો તમે તમારા મનની સારવાર કરવા માટે શાંત સુરક્ષિત સ્થળે આશ્રયસ્થાન ઈચ્છતા હો તો ભારતમાં આવો.

આયુર્વેદમાં અનેક સબળ તકો છે છુપાયેલી : આયુર્વેદની લોકપ્રિયતાને કારણે અનેક સબળ તકો આપણી રાહ જોઈ રહી છે. આપણે એ તકો ગુમાવવા જેવી નથી. આ તકો આપણે ખોવા જેવી નથી. પરંપરાગત અને આધુનિકતાનો સમન્વય કરીને ઘણો બધો લાભ મેળવી શકાય તેમ છે. યુવાનો આયુર્વેદની પ્રોડકટ શ્રેણીનો વ્યાપક ઉપયોગ કરે છે. આયુર્વેદ અને પૂરાવા આધારિત તબીબી વિજ્ઞાનનુ સંકલન કરવાની સભાનતા વધતી જાય છે. સમાન પ્રકારે જે અન્ય બાબતો લોકપ્રિય બનતી જાય છે તેમાં આયુર્વેદિક પૂરક આહારનો સમાવેશ થાય છે. પર્સનલ કેર પ્રોડકટસ પણ આયુર્વેદને કેન્દ્રમાં રાખીને બનતી રહે છે. આ પ્રોડકસના પેકેજીંગમાં પણ ઘણો સુધારો થયો છે. આયુર્વેદના વિદ્વાનોને આયુર્વેદ અને પરંપરાગત તબીબી ઉપચારો પધ્ધતિઓનું ઉંડુ સંશોધન કરવા અનુરોધ કરીએ છીએ કે આપણા ધબકતા સ્ટાર્ટ-અપ સમુદાયને પણ આયુર્વેદ પ્રોડકટસ તરફ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. એક ખાસ બાબત માટે યુવાનોની પણ કદર થવી જોઈએ અને તે એ છે કે તેમણે વિશ્વને સમજાય તેવી ભાષામાં આપણાં પરંપરાગત સારવાર સ્વરૂપોને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. યુવાનોની સાહસ ભાવના અનેક અચરજ સર્જી શકે તેમ છે.

નેશનલ આયુષ મિશન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, દુનિયાના આયુર્વેદને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપીએ છીએ. ભારતે નેશનલ આયુષ મિશનની (National AYUSH Mission) સ્થાપના કરી છે. નેશનલ આયુષ મિશનની સ્થાપના પોસાય તેવા દરે આયુષ સર્વિસીસ પૂરી પાડી આયુષ તબીબી પધ્ધતિના પ્રોત્સાહન માટે કરવામાં આવી હતી. તે શિક્ષણ વ્યવસ્થા મજબૂત કરવાનુ કામ પણ કરી રહી છે. આયુર્વેદ, સિધ્ધ, યુનાની અને હોમિયોપથી ઔષધોમાં ગુણવત્તા નિયંત્રણ પધ્ધતિને મજબૂત કરવાનું તથા કાચા માલની ઉપલબ્ધિનું સાતત્ય જળવાય તે માટે સુગમતા ઉભી કરવાનું કામ પણ કરી રહી છે. સરકાર પણ ગુણવત્તા નિયંત્રણ માટેનાં કેટલાંક કદમ ઉઠાવી રહી છે. આયુર્વેદ અને અન્ય ભારતીય તબીબી પધ્ધતિઓને એકબીજા સાથે જોડીને અમારી નીતિનું વિશ્વ આરોગ્ય સંસ્થાની ટ્રેડીશનલ મેડિકલ સ્ટ્રેટેજી 2014- 2023 સાથે સંકલન કરવાની કામગીરી પણ ચાલી રહી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા : વિશ્વ આરોગ્ય સંસ્થાએ (World Health Organization) પણ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન ઈન ઈન્ડીયા’ સ્થાપવાની જાહેરાત કરી દીધી છે. વિવિધ દેશોના વિદ્યાર્થીઓની આયુર્વેદ અને ભારતનાં તબીબી ઔષધિના અભ્યાસ માટે આવવાની શરૂઆત થઈ ચૂકી છે. આ વિષય અંગે કદાચ એક ગ્લોબલ સમીટનુ આયોજન કરવામાં આવશે. સમગ્ર દુનિયાના શરીર સૌષ્ઠવ અંગે વિચારવાનો સમય પાકી ગયો છે. આગામી સમયમાં આપણે આયુર્વેદ અને આહાર અંગે પણ વિચાર કરવો પડશે. આયુર્વેદ સાથે સંબંધ ધરાવતી ખોરાકી ચીજો અને આરોગ્યમાં વૃધ્ધિ કરતી ખોરાકી ચીજો અંગે પણ વાત થવી જોઈએ. થોડા દિવસ પહેલાં યુનાઈટેડ નેશન્સે વર્ષ 2023ને ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ’ (બાજરી જુવાર જેવાં જાડા ધાન્ય) જાહેર કર્યુ છે. આપણે જાડા ધાન્યના લાભ અંગે જાગૃતિ ફેલાવીશુ.

આ પણ વાંચો:Nilkhanthvarni Jayanti: સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ મહારાજની 241મી જન્મ જયંતીની ઉજવણી

મહાત્મા ગાંધી પણ આયુર્વેદના હતા ચાહક :ભારતનાં પ્રાચીન વિજ્ઞાનોમાંનુ એક છે, જે ભારતનાં હજારો ગામડાંમાં કરોડો લોકોના આરોગ્યનુ ખાતરી રાખે છે. દરેક નાગરિકને આયુર્વેદના સિધ્ધાંતો અનુસાર જીવન જીવવા માટે સલાહ અનુસરવી જોઈએ. ઔષધશાળા, સારવાર કેન્દ્ર અને વૈદ્યરાજ આયુર્વેદને શક્ય તેટલી ઉત્તમ સહાય આપવા માટે સક્ષમ બનશે. મહાત્મા ગાંધી એ આ વાત એક સદી કરતાં વધુ સમય પહેલાં આ વાત કહી હતી, પરંતુ આ માનસિકતા વર્તમાન સમય સાથે સુસંગત છે. આપણે આયુર્વેદમાં સિધ્ધિઓ હાંસલ કરવાનું ચાલુ રાખીશું. આપણે આયુર્વેદને પ્રેરક બળ બનવા દઈશું, જે દુનિયાને આપણી ભૂમિમાં લઈ આવશે. તે આપણા યુવાનો માટે સમૃધ્ધિનુ સર્જન પણ કરી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details