- ઓવરબ્રિજનું કામ શરૂ પણ સર્વિસ રોડ રાખવાનું ભૂલી ગયું તંત્ર
- પણ સર્વિસ રોડ ન રાખવામાં આવતા સ્થાનિકો પરેશાન
- સ્થાનિકો મનપાને સર્વિસ રોડ મુદ્દે રજૂઆત કરી ચુક્યા છે
જામનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે શહેરના દિગજામ સર્કલથી ખેતીવાડીના ગેટ સુધી ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. કુલ 21 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. પણ સર્વિસ રોડ ન બનાવવામાં આવતા આજુબાજુની સોસાયટીમાં રહેતા લોકો પરેશાન થયા છે.
ઓવરબ્રિજનું કામ શરૂ પણ સર્વિસ રોડ રાખવાનું ભૂલી ગયું તંત્ર આ પણ વાંચોઃ રાજકોટના વૉર્ડ નંબર 11 માં મહિલાઓએ પાણી મુદ્દે કરી રજૂઆત
સ્થાનિકોને બે કિલોમીટર ફરવુ પડે છે
શહેરના વોર્ડ નંબર 6ના સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક સર્વિસ રોડ બનાવવામાં આવે. સર્વિસ રોડ ન હોવાથી લોકોએ બે કિલોમીટર ફરીને ઘરે જવું પડે છે. સ્થાનિકોને એમ્બ્યુલન્સની સુવિધા પણ સર્વિસ રોડ ના હોવાના કારણે સમયસર મળી શકતી નથી. વોર્ડ નંબર 6ના બહુજન સમાજ પાર્ટીના કોર્પોરેટર ફુરકાન શેખે મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત પણ કરી છે.
આ પણ વાંચોઃ ટ્યૂશન ક્લાસિસ ખોલવાની પરવાનગી આપવા કોર્પોરેટર્સને રજૂઆત કરાઈ
કોર્પોરેટરે લેખિત અને મૌખિક કરી રજૂઆત
જામનગર મનપાને કોર્પોરેટર ફુરકાન શેખે 15 દિવસનું અલ્ટીમેટલ આપ્યું છે, જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તમામ સ્થાનિકોને સાથે રાખી ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.