- Wind World India કંપનીએ પોલીસ કર્મીઓને કોવિડ કીટ ભેટમાં આપી
- કોરોનાકાળમાં પોલીસ ફોર્સની ઉમદા કામગીરી
- ખાનગી કંપની દ્વારા કોવિડ કીટ DYSPને અર્પણ કરાઈ
જામનગર : બુધવારે શહેરમાં (Wind World India)ના સાથ અને સહકારથી સામાજીક જવાબદારીના હેતુથી જામનગર પોલીસને કોરોનાના સહયોગ માટે માસ્ક, સેનિટાઇઝર, ઓટોમેટીક સેનિટાઇઝર, ડેસ્પેંસીંગ મશીન, સેનિટાઇઝર ડેસ્પેંસીગ ફુટ સ્ટેન્ડ વગેરે આપવામાં આવ્યુ છે. આ કોવિડની બધી વસ્તુ જામનગર (Wind World India)ના હેડ એડમીન & સેક્યુરીટી ઓફીસર રવિ કુમાર લામા, ઓપરેશન હેડ કાન્તીલાલ બારીયા અને સ્ક્વાડ્રન લીડર ( રીટાઇર્ડ) જે. એન. વર્મા તથા તેના સ્ટાફ દ્વારા જામનગર પોલીસને કોવિડ નોડલ ઓફિસર જિગ્નેસ ચાવડા (DYSP) પોલીસ હેડ ક્વાટર જામનગરને આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: જામનગરમાં ગાંધીનગર ઓવરબ્રિજ પરથી યુવકે છલાંગ લગવી, ટ્રેન નીચે આવતા બન્ને પગ કપાઈ ગયા
જ્યારે જરૂર પડશે ત્યારે પોલીસફોર્સને કરવામાં આવશે મદદ