• ઓપન હરાજી માટે હાપા માર્કેટયાર્ડ બન્યું હૉટ ફેવરિટ
• ટેકાના ભાવમાં ખેડૂતો દાખવી રહ્યાં છે ઉદાસીનતા
• પુરવઠા અધિકારીએ યાર્ડમાં કર્યું નિરીક્ષણ
• આજે 500માંથી માત્ર એક ખેડૂત આવ્યો મગફળી વેચાણ કરવા
જામનગરઃ ઓપન હરાજીમાં વધુ ભાવ મળતાં ખેડૂતો ટેકાના ભાવે મગફળી નથી વેચી રહ્યાં. જામનગરનું હાપા માર્કેટયાર્ડ હાલ ગુજરાતમાં સૌથી ઉંચી કિંમતે મગફળીનું વેચાણ કરતું યાર્ડ બન્યું છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો મગફળી વેચવા માટે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ઉમટી રહ્યાં છે.
હાપા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતોની સંખ્યા ઘટી, માત્ર 1 ખેડૂતે મગફળી વેચી - Groundnut Crop
જામનગર હાપા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું નિરીક્ષણ કરવા પુરવઠા અધિકારી પહોંચ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આજે 500 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા છે ત્યારે માત્ર એક ખેડૂત મગફળી વેચવા આવ્યો હતો.
હાપા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવતાં ખેડૂતોની સંખ્યા કેમ ઘટી રહી છે?
હાપા માર્કેટિંગ યાર્ડમાં ઓપન હરાજીમાં ભાગ લેનાર ખેડૂતોને ઊંચો ભાવ મળતા તેઓ ટેકાના ભાવે મગફળી વહેતા ખચકાઇ રહ્યાં છે. ગઈકાલે જિલ્લા કલેક્ટર રવિશંકરે પણ આપવા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી અને અહીં ટેકાના ભાવે મગફળીનો ખરીદ વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યાં સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. હાપા માર્કેટિંગ યાર્ડ મગફળી વેચવા માટે આવતા ખેડૂતો મગફળી રિજેક્ટ થવાના ડરે ટેકાના ભાવે મગફળી વેચતાં નથી અને ઓપન હરાજીમાં મગફળી વેચતાં હોવાનું બહાર આવ્યું છે.