ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર ડેપ્યુટી મેયર પદ છે અપશુકનિયાળ, ખુરશી પર બિરાજમાન થવા કોણ 'ભાગ્યશાળી' બનશે? - જામનગર મહાનગરપાલિકા

જામનગર મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ માટે 5 પદ ખૂબ જ મહત્ત્વના ગણાય છે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શાસક જુના નેતા અને દંડક. આ પદાધિકારીને મોટરકારની સુવિધા મળે છે અને એક અલગ મોભો-પ્રતિષ્ઠા મળતા હોય છે, પરંતુ જામનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર પદ મેળવનારા કોર્પોરેટર માટે અપશુકનીયાળ બનતું આવ્યું છે.

જામનગર ડેપ્યુટી મેયર પદ છે અપશુકનિયાળ,
જામનગર ડેપ્યુટી મેયર પદ છે અપશુકનિયાળ,

By

Published : Mar 6, 2021, 5:17 PM IST

  • જામનગરમાં 12 માર્ચે મેયરની થશે વરણી
  • ડેપ્યુટી મેયર બનશે બનશે કોણ?
  • જામનગર ડેપ્યુટી મેયર પદ છે અપશુકનિયાળ
    જામનગર ડેપ્યુટી મેયર પદ છે અપશુકનિયાળ,

જામનગર મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ માટે 5 પદ ખૂબ જ મહત્ત્વના ગણાય છે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શાસક જુના નેતા અને દંડક. આ પદાધિકારીને મોટરકારની સુવિધા મળે છે અને એક અલગ મોભો-પ્રતિષ્ઠા મળતા હોય છે, પરંતુ જામનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર પદ મેળવનારા કોર્પોરેટર માટે અપશુકનીયાળ બનતું આવ્યું છે. અત્યાર સુધી ડેપ્યુટી મેયર પદે જેમની વરણી કરાઈ છે, તેમાંથી લગભગ મોટા ભાગના કોર્પોરેટરોની રાજકીય કારકિર્દી જાણે ખતમ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાતી રહી છે.

અત્યાર સુધીના ડેપ્યુટી મેયર

  1. રેખા શર્મા
  2. ભરત મહેતા
  3. કરસન કરમુર
  4. સોનલ જોષી
  5. શિશિર કટારમલ
  6. ગોવિંદ રાઠોડ
  7. મંજુલા હીરપરા
  8. મનસુખ ખાણધર
  9. કિરણ શેઠ
  10. તુલસી પટેલ
  11. ભારતીબા સોઢા
  12. લીલાવંતી કંસારા
  13. વનરાજસિંહ જાડેજા

આમાંથી મોટાભાગની વ્યક્તિઓને કાં તો બીજી વખત પાર્ટીએ ટિકિટ જ આપી નથી. અથવા તો બળવો કરીને અન્ય પાર્ટીમાંથી લડ્યા અને હાર્યા છે. જેથી આ લોકો આજે સ્થાનિક રાજકારણમાં હાંસીયામાં ધકેલાઈ ગયા છે. આટલા ઉદાહરણો પરથી એટલું ચોક્કસ ફલીત થાય છે કે ડેપ્યુટી મેયર પદ રાજકીય કારકિર્દી માટે કમનસીબ બનતું આવ્યું છે. હવે જોઈએ આ વખતે અપશુકનીયાળ પદ માટે કોણ 'ભાગ્યશાળી' બને છે?

કરશન કરમુરની હાર

તાજેતરનો દાખલો જ લઈએ તો ભાજપમાંથી ગત 25 વર્ષથી વિજેતા બનતા અને ગત ટર્મમાં ડેપ્યુટી મેયર પદે રહેલા કરશન કરમુરને ભાજપમાંથી ટિકિટ ન મળતાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેમનો કારમો પરાજય થયો છે.

આ પણ વાંચોઃજામનગરમાં મેયર પદ માટે બીના કોઠારી અને અલકાબા જાડેજાનું નામ મોખરે

ABOUT THE AUTHOR

...view details