- ભારતમાં વધુ 3 રાફેલનું આગમન
- જામનગરની ભુમિ પર કર્યું ઉતરાણ
- ફ્રાંસ એરબેઝ પરથી ભરી હતી ઉડ્ડાન
- 5 નવેમ્બરે અંબાલા એર બેઝ જવા થયા રવાના
જામનગરઃ વિશ્વના સૌથી આધુનિક લડાકુ વિમાનમાં જેની ગણના થાય છે તે રાફેલનું જામનગરની ભૂમિ પર લેન્ડિંગ થયું હતું. અત્યાર સુધીના ઈતિહાસમાં વિશ્વના અન્ય દેશો પાસેથી જેટલા પણ લડાકુ વિમાનો મંગાવવામાં આવ્યા છે, તે મોટા ભાગના લડાકુ વિમાનનું લેન્ડિંગ જામનગરમાં થયું છે, ત્યારે 4 નવેમ્બરના રોજ પણ જામનગરમાં રાફેલનું આગમન થયું હતું. જેની ગુંજ શહેર વાસીઓએ સાંભળી હતી.
રાફેલ વિમાન 1400 કિમી પ્રતિ કલાકની ઝડપ ધરાવે
ભારતીય વાયુ સેનાને 4 નવેમ્બરે 3 ત્રણ લડાકુ વિમાન રાફેલ મળ્યા છે. આ ત્રણેય રાફેલ વિમાન ફ્રાન્સથી 7364 કિમીનું અંતર કાપી નોન સ્ટોપ સીધા જામનગર આવી પહોંચ્યા હતાં. મળતી માહિતી મુજબ ફ્રાન્સના એરબેઝથી જામનગર સુધીની લાંબી સફર દરમિયાન વાયુસેનાનું વિમાન પણ સાથે રાખવામાં આવ્યું હતું. જેના દ્વારા હવામાં ઈંધણ પૂરવામાં આવ્યું હતું.