- જામનગરમાં કોરોનાના કેસમાં વધારો
- ઔદ્યોગિક વસાહતો ત્રણ દિવસ માટે બંધ રાખવાનો કરાયો નિર્ણય
- ઔદ્યોગિક વસાહતોમાં શુક્ર, શનિ અને રવિવારે ત્રણ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન
જામનગરઃ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના સંક્રમણ વધતા તમામ ઔદ્યોગિક વસાહતો ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગરના ઔદ્યોગિક વસાહતોમાં શુક્ર, શનિ અને રવિવારે ત્રણ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
જામનગરના ઔદ્યોગિક વસાહતોમાં ત્રણ દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો કરાયો નિર્ણય આ પણ વાંચોઃ જામનગરમાં 302 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
ત્રણ દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય
વેપારી એસોસીએશન પ્રમુખ, શેડ એન્ડ હોલ્ડર્સ એસોસિયેશનના પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતનાઓની સહમતિથી જામનગરના તમામ ઔદ્યોગિક વસાહતો ત્રણ દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગરના ઔદ્યોગિક વસાહતોમાં ત્રણ દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો કરાયો નિર્ણય આ પણ વાંચોઃ કોરોનાનો હાહાકાર, જામનગર કોવિડ હોસ્પિટલમાં 48 કલાકમાં 100ના મોત
કોરોનાને કાબૂમાં લેવા માટે કરાયો નિર્ણય
જામનગર જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, ત્યારે કોરોનાને કાબૂમાં લેવા માટે વેપારી એસોસીએશન હવે આગળ આવ્યું છે. કોરોનાનું સંકરણ અટકાવવા માટે ખાસ કરીને જામનગર શહેરમાં 6 હજાર જેટલા કારખાના આવેલા છે, તેમજ 65 હજારથી વધુ દુકાનો આવેલી છે ત્યારે તે તમામ પણ આ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાઈ તેવી શક્યતા છે.