ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર તાલુકાના 102 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન કરી જાહેર - સરકારી હોસ્પિટલ હાઉસફુલ

જામનગર જિલ્લામાં વકરતી કોરોનાની સ્થિતિને લઈ 102 ગામના સરપંચોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિણર્ય જાહેર કર્યો છે. કારણ કે, દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે.

જામનગર તાલુકાના 102 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન કરી જાહેર
જામનગર તાલુકાના 102 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન કરી જાહેર

By

Published : Apr 12, 2021, 2:17 PM IST

  • જામનગર તાલુકા પંચાયત ખાતે સરપંચની સોમવારે બેઠક મળી
  • કોરોનાની વકરતી સ્થિતિ સામે 102 ગામના સરપંચોએ લીધો નિર્ણય
  • 102 ગામ સ્વૈચ્છિક લોકડાઉન પાડશે તેવી જાહેરાત કરી

જામનગર: જિલ્લામાં કોરોના મહામારીએ ભયાનક સ્થિતિ ઊભી કરી છે. જામનગરની સરકારી હોસ્પિટલ હાઉસફુલ થઈ છે. ત્યારે, ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ છે. આથી, ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસનો વધે તે માટે ગામડાના સરપંચો આગળ આવ્યા છે. જામનગર તાલુકા પંચાયત ખાતે સરપંચની આજરોજ બેઠક મળી હતી. આ બેઠકમાં જામનગર નજીક આવેલા 10થી 15 કિલો મીટરની ત્રિજ્યામાં આવેલા ગામડાના સરપંચોએ સ્વેચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે.

જામનગર તાલુકાના 102 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન કરી જાહેર

આ પણ વાંચો:હાંસોટ તાલુકાના ઈલાવ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન

જામનગરની કોવિડ હોસ્પિટલ હાઉસફુલ

જામનગર જિલ્લા કલેક્ટરે એસ રવિશંકરે આજ રોજ સોમવારે મીડિયા સમક્ષ માહિતી આપી છે કે, જામનગરની સરકારી હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ છે. ત્યારે, જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાની સ્થિતિ વધુ ન વણસે તે પહેલાં જ જામનગર તાલુકાના સરપંચો ઉત્તમ નિર્ણય કર્યો છે.તેમાં, 102 ગામ સ્વૈચ્છિક લોકડાઉન પાડશે તેવી જાહેરાત કરી છે.

આ પણ વાંચો:રાજકોટમાં કોરોનાનો કહેર, મોટાભાગની બજારો આજે શનિવારે સ્વૈચ્છિક બંધ

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ મચાવ્યો હાહાકાર

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં 123 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેના કારણે, ગ્રામજનોમાં પણ એક ભયનો માહોલ ઉભો થયો છે. વધતા કોરોનાના કેસ વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બન્યા છે સાથે સાથે જે તે ગામના સરપંચ પણ હવે કોરોના સામેની લડાઈમાં જોડાઈ રહ્યા છે અને ગામડાઓ સ્વૈચ્છિક રીતે લોકડઉન પાડવા માટે આગળ આવી રહ્યા.

ABOUT THE AUTHOR

...view details