ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર ભાજપ શહેર પ્રમુખ તરીકે ડૉ. વિમલ કગથરાની વરણી - જામનગર શહેર પ્રમુખ બન્યા ડૉ. વિમલ કગથરા

ગુજરાત અધ્યક્ષ સી. આર. પાટીલે સોમવારે સાંજે રાજ્યના શહેર પ્રમુખ તેમજ જિલ્લા પ્રમુખની જાહેરાત કરી છે. જેમાં જામનગર શહેર પ્રમુખ તરીકે ડૉક્ટર વિમલ કગથરાની વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ડૉ. વિમલ કગથરા છેલ્લા 15 વર્ષથી સક્રિય રાજકારણમાં જોડાયેલા છે. તેઓએ સ્થાનિક કક્ષાએ વિવિધ હોદ્દાઓ પર પણ સેવાઓ આપી છે.

જામનગર ભાજપ શહેર પ્રમુખ તરીકે ડૉ. વિમલ કગથરાની વરણી
જામનગર ભાજપ શહેર પ્રમુખ તરીકે ડૉ. વિમલ કગથરાની વરણી

By

Published : Nov 10, 2020, 3:21 PM IST

  • જામનગર શહેર પ્રમુખ બન્યા ડૉ. વિમલ કગથરા
  • ડૉ. વિમલ કગથરા છેલ્લા 15 વર્ષથી રાજકારણમાં છે સક્રિય
  • પક્ષ પ્રમુખે આપેલી જવાબદારી ડૉ. વિમલ કગથરાએ સ્વીકારી

    જામનગર: ભાજપ ગુજરાત અધ્યક્ષ સી. આર. પાટીલે સોમવારે સાંજે રાજ્યના શહેર પ્રમુખ તેમજ જિલ્લા પ્રમુખની જાહેરાત કરી છે. જેમાં જામનગર શહેર પ્રમુખ તરીકે ડૉક્ટર વિમલ કગથરાની વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ડૉ. વિમલ કગથરા છેલ્લા 15 વર્ષથી સક્રિય રાજકારણમાં જોડાયેલા છે. તેઓએ સ્થાનિક કક્ષાએ વિવિધ હોદ્દાઓ પર પણ સેવાઓ આપી છે. જો કે, ડૉક્ટર વિમલ બગસરા સામે આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી તેમજ સ્થાનિક સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેના પડકારો છે.
    જામનગર ભાજપ શહેર પ્રમુખ તરીકે ડૉ. વિમલ કગથરાની વરણી


ભાજપાનું શાસન

ડૉ.વિમલ કગથરા છેલ્લા ઘણા વર્ષોથી કાર્યકરો પર સારી પકડ ધરાવે છે. કાર્યકરોને શિસ્તબ્ધ રીતે પક્ષના કામમાં પણ હિસ્સો બનાવે છે. આમ જોઈએ તો છેલ્લા 25 વર્ષથી જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે અને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં ભાજપનું પ્રદર્શન સારું નથી. જો કે, શહેર કક્ષાએ છેલ્લા ઘણા સમયથી ભાજપનું એકચક્રી શાસન જોવા મળી રહ્યું છે. મુખ્ય પડકારોની વાત કરવામાં આવે તો આગામી કોર્પોરેશનની ચૂંટણી અને કોરોના કાળમાં લોકોના પ્રશ્નો તેમજ મોંઘવારી અને સ્થાનિક કક્ષાએ લોકોની નારાજગી છે. તો આંતરિક જુથબંધી અને પક્ષને નુકશાન કરતા અમુક પરિબળો વગેરે પડકારો પણ છે.

ABOUT THE AUTHOR

...view details