જામનગરઃ પ્રેમી પંખીડાઓ જે દિવસની રાહ જોતા હોય છે. તે છે વેલેન્ટાઈન ડે(Valentine Day 2022). આજે આ દિવસ નિમિત્તે પ્રેમી જોડી એકબીજા સાથે પ્રેમની વાતો કરે છે. ત્યારે જામનગરમાં પણ એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની અનોખી પ્રેમ કહાની (Unique love story of a Blind Teacher in Jamnagar) સામે આવી છે.
દંપતી 5 વર્ષ સુધી રહ્યા હતા રિલેશનશિપમાં
કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે. જામનગરમાં એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની અનોખી પ્રેમ કહાની છે (Unique love story of a Blind Teacher in Jamnagar). આ શિક્ષક હરેશ હિંડોચાને કોલેજ સમય દરમિયાન તેમના પત્ની પૂજા સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ બંને 5 વર્ષ સુધી વાતચીત કર્યા બાદ પરિજનો ન માનતા આખરે કોર્ટ મેરેજ કર્યા હતા. હરેશભાઈ જામનગરમાં અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં કમ્પ્યુટર ઈન્સ્ટ્રક્ચર તરીકે ફરજ બજાવે છે.
કઈ રીતે શરૂ થઈ હતી લવ સ્ટોરી?
હરેશભાઈ બાળપણથી પ્રજ્ઞાચક્ષુ છે. પૂજાબેન સાથે વાતચીત દરમિયાન બંને મિત્ર બન્યા હતા અને ત્યારબાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જોકે, નોર્મલ પ્રેમીઓના જીવનમાં આવતો અવરોધોની જેમ હરેશભાઈ અને પૂજાબેનના લગ્નમાં પણ પરિવારજનો મનાઈ ફરમાવી (Unique love story of a Blind Teacher in Jamnagar) રહ્યા હતા. આખરે આ બંને પ્રેમી પંખીડાઓએ 5મી ફેબ્રુઆરીએ કોર્ટમાં લવ મેરેજ કરી લીધા હતા.
પતિપત્ની એકબીજાં માટે કવિતા લખી વેલેન્ટાઈન ડેની કરી રહ્યા છે ઉજવણી
આજે વિશ્વભરમાં વેલેન્ટાઈન ડેની (Valentine Day 2022) કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની પ્રેમ કહાની (Unique love story of a Blind Teacher in Jamnagar) પણ કંઇક હટકે છે. આ શિક્ષક હરેશભાઈ પોતાની પત્ની માટે આજે પણ કવિતાઓ લખે છે. જ્યારે તેમના પત્ની પૂજા પણ કવિતાપ્રેમી છે અને પોતાના પતિ માટે તેમણે પણ વેલેન્ટાઈન ડે (Valentine Day 2022) નિમિત્તે કવિતા લખી છે.
આ પણ વાંચો-Chocolate Day 2022: જામનગરના યુવાનો વેલેન્ટાઈન વીક પાછળ થયા ઘેલા, તાજમહેલ અને કપલ ચોકલેટ બની ફેવરિટ
નવ વર્ષ પહેલા દંપતીએ કર્યા હતા લગ્ન