ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં છ દિવસ બાદ રસીકરણ ફરી શરૂ, શહેરીજનોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ - Vaccination started in Jamnagar

જામનગરમાં આજે ગુરુવારે રસીકરણ કાર્યક્રમ ફરી શરૂ થયો છે. 6 દિવસથી રસીકરણ કાર્યક્રમ વાવાઝોડાના કારણે બંધ રાખવામાં આવ્યો હતો.

Vaccination in Jamnagar
Vaccination in Jamnagar

By

Published : May 20, 2021, 4:23 PM IST

  • જામનગરમાં છ દિવસ બાદ ફરી રસીકરણ શરૂ
  • શહેરીજનોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ
  • દરેક આરોગ્ય કેન્દ્ર પર 100 લોકોને આપાઈ વેક્સિન

જામનગર: શહેરમાં કુલ 10 જગ્યા પર આ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તમામ કેન્દ્ર પર 100લોકોને રસી આપવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને સમયસર કોરોના વેક્સિન મળી જાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો નથી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

જામનગરમાં છ દિવસ બાદ રસીકરણ ફરી શરૂ

આ પણ વાંચો :દમણમાં 18થી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ

રજિસ્ટ્રેશન કરેલા લોકોને આપાઈ રસી

જામનગરના ગોમતીપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં શહેરીજનો વહેલી સવારથી જ રસી લેવા માટે ઉમટ્યાં હતા અને શહેરીજનોમાં રસીકરણને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રસીકરણ

ABOUT THE AUTHOR

...view details