- જામનગરમાં કુલ 15 જગ્યાએ વેક્સિન કાર્યક્રમ
- પ્રથમ દિવસે 15 હજાર ડોઝ વેક્સિન અપાઈ
- કમિશ્નર સતીષ પટેલે આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત
જામનગર:ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે અત્યારે ગુજરાતના 10 જિલ્લામાં આજથી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગર શહેરમાં જુદા-જુદા 15 જેટલા આરોગ્ય કેન્દ્ર પર આ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. Etv Bharat સાથે વાત કરતાં જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીષ પટેલે જણાવ્યું કે, જામનગર શહેરમાં વેક્સિન આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મોટી સંખ્યામાં 18થી 45 વર્ષની વયના લોકો રસી લેવા માટે વિવિધ આરોગ્ય કેન્દ્ર પર આવી રહ્યા છે.
આ પણ વાંચો: રાજ્યમાં શનિવારથી 18 વર્ષથી ઉપરના યુવાનોને અપાશે વેક્સિન
બીજા રાઉન્ડમાં ગ્રામ્ય વિસ્તારમાં રસી આપવામાં આવશે