ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં વિવિધ સ્થળો પર કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયા - Jamnagar Municipal Corporation

જામનગર ખાતે હાલમાં વિવિધ વિસ્તારોમાં સેવા સંસ્થાઓ દ્વારા કેમ્પ યોજી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અન્ન નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરની જનતાને ડર્યા વગર વેક્સિન લઈ દેશને સુરક્ષિત કરવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. જેને જામનગરમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે.

જામનગરના નારાયણ નગર અને બ્રહ્મ સમાજ ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયા
જામનગરના નારાયણ નગર અને બ્રહ્મ સમાજ ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયા

By

Published : Apr 13, 2021, 7:18 PM IST

  • પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં રસીકરણ કેમ્પનો પ્રારંભ
  • 45 વર્ષથી ઉપરના દરેક નાગરિકે પરિવાર,સમાજ અને દેશને સુરક્ષિત કરવા રસી લેવી
  • તમામ લોકોએ વેક્સિન લેવા આગળ આવવું જોઈએ

જામનગરઃઅલગ-અલગ સંસ્થાઓ દ્વારા વધુમાં વધુ લોકો રસી લે તે માટે સતત કેમ્પ યોજાઇ રહ્યા છે. શહેરના ગુલાબનગર વિસ્તારના નારાયણનગર અને કાશીવિશ્વનાથ રોડ પરના બ્રહ્મ સમાજની વાડી ખાતે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ તથા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી રસીકરણ કેમ્પ યોજાયા હતા. આ કેમ્પમાં 250થી વધુ લોકોએ રસી લઇ જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપ્યો હતો.

જામનગરના નારાયણ નગર અને બ્રહ્મ સમાજ ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયા

આ પણ વાંચોઃપોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 103 સ્થળોએ વેક્સિનેશન કેમ્પ યોજાયા

દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જરૂરી છે

59 વર્ષિય અશોકભાઈ ભટ્ટે લોકોને આગ્રહ કરતા કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર ભયંકર રીતે પ્રસરી રહી છે. ત્યારે આપણને સુરક્ષા મળે, આપણા સમાજને, કુટુંબને શાંતિ મળે તે માટે સરકારી માન્યતા પ્રાપ્ત જે વેક્સિન હાલમાં અપાઈ રહી છે, તે દરેકએ લેવી જરૂરી છે.

જામનગરના નારાયણ નગર અને બ્રહ્મ સમાજ ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયા

વેક્સિનથી કોરોનાને હરાવી શકાશે

લોકોએ કેમ્પ સિવાય નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે કોવિડ વેક્સિનેશન સેન્ટર પરથી પણ રસી તાત્કાલિક મેળવવી જોઈએ. તો 70 વર્ષિય મુક્તાબેન ઝાલાએ જણાવ્યું હતું કે, મે વેક્સિન લીધી છે અને મને તેનાથી કોઈ તકલીફ નથી. આપણે કોરોનાથી સુરક્ષિત રહેવું હોય તો વેક્સિન લેવી જરૂરી છે અને એટલે જ દરેકે ખાસ વેક્સિન લેવી જોઈએ. આ વેક્સિનેશન કેમ્પ દ્વારા વિસ્તારના અનેક લોકોએ રસીકરણનો લાભ પ્રાપ્ત કર્યો હતો.

જામનગરના નારાયણ નગર અને બ્રહ્મ સમાજ ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયા

આ પણ વાંચોઃધંધુકા APMC ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો

વિવિધ મહાનુભવો ઉપસ્થિતિ રહ્યા

ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, પૂર્વ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, વાણંદ જ્ઞાતિ યુવક મંડળના અગ્રણીઓ વેલજીભાઇ નકુમ, ખોડીદાસભાઇ શીશાગીયા, ભરતભાઈ ઝાલા, રાજેશભાઈ લખતરિયા, યોગેશભાઈ તથા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અતુલભાઈ મહેતા, ઉપપ્રમુખ જનાર્દનભાઇ રાવલ, મહેશભાઈ રાવલ તથા અગ્રણી કમલભાઈ પંડ્યા, વિશાલભાઈ મહેતા તથા વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરના નારાયણ નગર અને બ્રહ્મ સમાજ ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયા

ABOUT THE AUTHOR

...view details