ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં મુસ્લિમ સમાજે યોજ્યો Vaccination camp, 400 લોકોએ લીધી vaccine

જામનગરમાં મીરા દાતારની દરગાહે વેક્સિન કાર્યક્રમ ( vaccination camp) યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના ભાઈઓ બહેનો વેક્સિન લેવા માટે ઉમટ્યાં હતા.

Vaccination camp
Vaccination camp

By

Published : Jul 20, 2021, 10:40 PM IST

  • જામનગરમાં મુસ્લિમ સમાજે યોજ્યો વેક્સિનેશન કેમ્પ
  • 400 લોકોએ લીધી વેક્સિન
  • મીરા દાતારની દરગાહે વેક્સિન કાર્યક્રમ યોજાયો

જામનગર: મીરા દાતારની દરગાહ ખાતે બે દિવસીય વેક્સિનેશન કેમ્પ (Vaccination camp) નુું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે 180 લોકોએ વેક્સિન (vaccine) લીધી હતી. તો મંગળવારે 200 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બે દિવસમાં કુલ 400 લોકોએ વેક્સિન (vaccine) લીધી છે.

Vaccination camp
મુસ્લિમ સમાજના લોકોમાં વેક્સિન લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યોવેક્સિનેશન કેમ્પ (Vaccination camp) માં મુસ્લિમ સમાજના લોકોમાં વેક્સિન લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ ડૉ.વિમલ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી. એક બાજુ વેક્સિન લઈ લોકોમાં ભ્રમ અને અફવા પણ જોવા મળી રહી છે તો બીજી બાજુ જામનગર (jamnagar) માં મીરા દાતારની દરગાહ ખાતે પ્રથમ વખત મુસ્લિમ સમાજ દ્વારા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.લોકોએ અફવામાં આવ્યા વિના વેક્સિન લેવી જોઈએકોરોના સામેની લડાઈમાં વેક્સિન અકસીર ઈલાજ છે અને રાજ્ય સરકાર દ્વારા લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે, તમામ લોકોએ વેક્સિન લેવી જરૂરી છે. મીરા દાતાર દરગાહ ખાતે યોજાયેલા વેક્સિનેશન કેમ્પ (Vaccination camp) માં વહેલી સવારથી જ મુસ્લિમ સમાજના ભાઈઓ તથા બહેનો રજીસ્ટ્રેશન કરાવી અને વેક્સિન (vaccine) લેવા પહોંંચ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details