- જામનગરમાં બાઈક અને સિલિન્ડર ગેસના બાટલાએ કરી આત્મહત્યા
- સતત વધતી મોંઘવારીથી સામાન્ય માણસ પરેશાન
- સામાન્ય માણસે કર્યો વિરોધ
જામનગરઃ દિવસે દિવસે પેટ્રોલ ડીઝલ અને રાંધણગેસના ભાવમાં થઇ રહેલા વધારાને લઇને સામાન્ય માણસ મોંઘવારીનો શિકાર બની રહ્યા છે, ત્યારે લીમડા લાઈનમાં રહેતા નિમેષભાઈ સીમરીયાએ અનોખી રીતનો વિરોધ કર્યો છે.
રાજ્ય સરકારે પેટ્રોલ પરનો ટેક્સ ઓછો કરવાની કરી માગ
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે પ્રકારે પેટ્રોલ-ડીઝલના ટેક્ષમાં વધારો કર્યો છે. જેના કારણે પેટ્રોલ સદીની નજીક પહોંચ્યું છે, ત્યારે સામાન્ય માણસ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.
જામનગરમાં વધતી મોંઘવારીને લઈ અનોખો વિરોધ રાંધણગેસના ભાવ પણ આસમાને
તો રાંધણગેસના ભાવમાં પણ છેલ્લા પંદર દિવસમાં 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાંધણગેસના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે. જેથી જામનગરમાં રહેતા નિમેષભાઈ સીમરીયાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે કે તાત્કાલિક મોંઘવારી પર કાબૂ કરવો જોઈએ નહીંતર સામાન્ય માણસ દિવસે દિવસે આર્થિક ભીંસમાં મુકાતો જશે.
જામનગરમાં સામાન્ય માણસોએ મોંઘવારીનો કર્યો વિરોધ
અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટી પેટ્રોલ ડીઝલ તેમજ રાંધણગેસના ભાવ વધારાનો વિરોધ કરતી હતી. જો કે, હવે જામનગરમાં સામાન્ય માણસો પણ પેટ્રોલ ડીઝલ તેમજ રાંધણગેસના વિરોધ કરવા માટે આગળ આવ્યા છે.