- કેન્દ્રીય જળમાર્ગ મંત્રાલયે ફેરી સેવાઓ માટે કરી નવા રુટની પસંદગી
- નવા રૂટમાં જામનગરનો પણ કરાયો સમાવેશ
- દેશમાં જહાજ પરિવહનને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય
જામનગર: કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયએ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત દરિયાઈ માર્ગે જહાજ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે સતત કામગીરી કરી છે. સાગરમાલા કાર્યક્રમ જળમાર્ગ મંત્રાલયનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જેનો ઉદ્દેશ ભારતના 7,500 કિલોમીટર લાંબા દરિયા કિનારાનો ઉપયોગ કરી અને સંભવિત જળમાર્ગોનો લાભ લઈને દેશમાં બંદર સંચાલિત અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
કેન્દ્રીય જળમાર્ગ મંત્રાલયે ફેરી સેવાઓ માટે નવા રૂટની પસંદગી કરી જામનગર જિલ્લો સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવે છે
જળમાર્ગ મંત્રાલયે હજીરા, ઓખા, સોમનાથ, દિવ, પીપાવાવ, દહેજ, મુંબઈ/જેએનપીટી, જામનગર, કોચી, ઘોઘા, ગોવા, મુંન્દ્રા અને માંડવી જેવા બંદરોની પસંદગી કરી છે. સાથે જ ચિટ્ટગોંગ (બાંગ્લાદેશ), સેશીલ્સ (પૂર્વ આફ્રિકા), મડાગાસ્કર (પૂર્વ આફ્રિકા) અને જાફના (શ્રીલંકા) એમ 4 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડવા ભારતીય મુખ્ય દરિયાઈ શહેરોમાંથી 6 આંતરરાષ્ટ્રીય રુટની પસંદગી કરી છે. જેનો આશય દરિયા કિનારે સ્થિત ભારતના મુખ્ય શહેરોમાંથી આંતરિક જળમાર્ગ દ્વારા ફેરી સેવાઓની શરૂઆત કરવાનો છે.
કેન્દ્રીય જળમાર્ગ મંત્રાલયે ફેરી સેવાઓ માટે નવા રૂટની પસંદગી કરી જામનગરથી આફ્રિકા સહિતના દેશોમાં કરી શકાશે પ્રવાસ
જળમાર્ગ મંત્રાલયએ તાજેતરમાં હજીરા-ઘોઘા વચ્ચે રો પેકસ ફેરી સર્વિસ શરૂ કરીને આ પ્રકારની ફેરીના રુટ પૈકી એક રુટનો સફળતાપૂર્વક અમલ કર્યો છે. આ ફેરી સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચેનું 370 કિલોમીટરનું અંતર ઘટીને 90 કિલોમીટર થયું છે તેમજ પ્રવાસનો સમય 10-12 કલાકથી ઘટીને અંદાજે 5 કલાક થયો છે.