- યુગાન્ડાના એમ્બેસેડર્સ જામનગરની મુલાકાતે
- બ્રાસ ઉદ્યોગને મળશે એક નવી ઓળખ
- ભવિષ્યના વેપાર-ધંધાને લઈને કરવામાં આવી ચર્ચા
જામનગર : બ્રાસ સીટી જામનગરના બ્રાસ ઉદ્યોગોમાં નિર્માણ થતા વિવિધ પ્રકારના પાર્ટસની રાષ્ટ્રીય સ્તરે એક અનેરી ઓળખ છે જામનગરને બ્રાસ સીટી તરીકે વૈશ્વિક સ્તરે ઓળખ મળે તે હેતુથી જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા આફ્રિકન દેશો સાથે વેપાર બાબતે બેઠક તથા ફેકટરી વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્રાસ સીટી જામનગરને મળશે વૈશ્વિક ઓળખ
આ સેમિનારમાં યુગાન્ડાના એમ્બેસેડર તથા ડેપ્યુટી હેડ ઓફ મિશન કેઝાલા મહમદ, ઓફિસ ઇન્ચાર્જ મિસ બીરૂંગી સોફી, કોન્સ્યુલર ઓફિસર મીસ ઝિન અમોંગએ શહેરની મુલાકાત લીધી હતી. બેઠકમાં જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ તેઓની સાથે ભવિષ્યના કારોબારને લઈને ચર્ચા પણ કરી હતી. ઉદ્યોગકારએ પોતાના ઉત્પાદનોને દેશ-વિદેશમાં ઓળખ મળે તથા આફ્રિકન દેશો સાથે વ્યાપાર કરવાની તક ઊભી કરવા માટે સંસ્થા દ્વારા જે મંચ પૂરો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તમામ વસ્તુઓનો લાભ લઈ જામનગરની અનેરી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે અગ્રેસર બનવાની લાગણી વ્યક્ત કરી હતી.