ગુજરાત

gujarat

ETV Bharat / city

આ ત્રણ મહાનુભાવો આજે બનશે જામનગરના મહેમાન - જામનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં વહીવટી અધિકારીઓ સાથે લમ્પી વાઈરસને લઈને (Gujarat Lumpy Disease) એક બેઠક (Administrative officers meeting) યોજશે. બીજી તરફ દેશના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ આજે ગુજરાતના પ્રવાસે છે.

આ ત્રણ મહાનુભાવો આજે બનશે જામનગરના મહેમાન
આ ત્રણ મહાનુભાવો આજે બનશે જામનગરના મહેમાન

By

Published : Aug 6, 2022, 8:44 AM IST

જામનગર:શહેરમાં લમ્પી વાયરસ બેકાબુ બન્યો છે. જામનગરમાં લમ્પી વાયરસને લઈને (Lumpy Virus in Gujarat) સમીક્ષા તેમજ માર્ગદર્શન હેતુ કેન્દ્ર સરકાર દ્વારા સિનિયર સાયન્ટિસ્ટ સાથેની ટીમ જામનગર મોકલાઈ હતી. નિષ્ણાંતોએ પશુઓમાંથી ઇતરડી, લોહી, સીરમ, સ્કિન સ્ક્રેપિંગ સહિતના નમૂનાઓ લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ટીમે અસરગ્રસ્ત પશુઓનાં પશુપાલકોને (Lumpy Virus in Jamnagar) જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે જામનગરમાં વહીવટી અધિકારીઓ(Administrative officers meeting) સાથે બેઠક યોજી અને લમ્પી વિશે વિવિધ સૂચનો કરશે.

આ પણ વાંચો:Top News:આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભૂજની મુલાકાતે લમ્પી ઈન્ફેક્ટેડ પશુનું દૂધ પી શકાય? પશુ નિયામકે કરી મોટી ચોખવટ આવા જ અપડેટેડ સમાચારો વાંચો માત્ર એક ક્લિકમાં...

દિલ્હીના મુખ્યપ્રધાન ફરી ગુજરાતના પ્રવાસે -જયારે દિલ્હીના મુખ્યપ્રધાન(Chief Minister of Delhi) અરવિંદ કેજરીવાલ આજે જામનગરના ટાઉનહોલમાં વેપારીઓ સાથે બેઠક(Traders Meeting in Jamnagar Town hall) કરશે. અહીં તેઓ વેપારીઓ પાસેથી વિવિધ સૂચનો લેશે અને વેપારીઓને થતી કનડગત તેમજ વેપારીઓ કયા કયા મુદ્દે પરેશાન(Jamnagar Traders Problems) બન્યા છે. તે વિશે જાણવાનો પ્રયાસ કરશે. અરવિંદ કેજરીવાલ આવતીકાલે (6 ઓગસ્ટે) જામનગર (Arvind Kejriwal Jamnagar Visit) આવશે. જામનગરમાં AAPના શહેર પ્રમુખ કરસન કરમુરની ઉમેદવાર તરીકે (Jamnagar AAP city president Karsan Karamur) જાહેરાત થાય તેવી શક્યતા છે. આ પહેલા જ્યારે અરવિંદ કેજરીવાલ રાજકોટ (Arvind Kejriwal Rajkot Visit) આવ્યા હતા. ત્યારે તેમણે ઈન્દ્રનિલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયાના નામની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલ આવતીકાલે જામનગરમાં, આ ઉમેદવારને મળી શકે છે પાર્ટીની ટિકિટ

આજે દેશના ઉપરાષ્ટ્રપતિ પધારશે જામનગરમાં -આ દરમિયાન આજે દેશના ઉપરાષ્ટ્રપતિ(Vice President of India)એમ. વૈંકયા નાયડુ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી રહ્યા છે. તેઓ જામનગરમાં એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કર્યા બાદ અહીંથી દ્વારકા રવાના થશે. ખાસ કરીને દ્વારકા તેમજ જામનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત(Police Security in Jamnagar) ગોઠવવામાં આવ્યો છે. આમ જામનગરના આંગણેઆજે બે મુખ્ય પ્રધાન અને દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકયા નાયડુ મહાનુભવો પધારશે.

ABOUT THE AUTHOR

...view details