- દેશ આજે કારગિલ વિજય દિવસ 2021 ઉજવી રહ્યું છે
- કારગિલના યુદ્ધમાં ગુજરાતનાં 12 જવાનો શહિદ થયા હતા
- દેવભૂમિ દ્વારકાના મેવાસા ગામના રમેશ જોગલે આપી હતી શહાદત
દેવભૂમિ દ્વારકા :1999માં મે-જૂન મહિનામાં 17000 ફૂટની ઊંચાઈ પર કારગિલની પહાડીઓની ટોચ પર દુશ્મન દેશના ઘૂસણખોરો ઘૂસી ગયાં હતા. યુદ્ધના મેદાનમાં જો દુશ્મન ટોચ પર હોય તો તે તમને સરળતાથી જોઈ શકે છે. આથી, તમારી રણનીતિ નિષ્ફળ થઈ જતી હોય છે, પરંતુ આમ છતાં પણ દુશ્મન તેનો લોભ લઈ શક્યા નહીં. કારગિલના યુદ્ધ દરમિયાન દુશ્મન દેશના હજારો સૈનિકોને મારવામાં આવ્યા હતા. જ્યારે, આ લડાઈમાં 500થી વધું ભારતીય જવાનોએ માં ભોમની રક્ષા કાજે શહાદત વ્હોરી હતી. જેમાં ગુજરાતના 12 જવાનોએ પણ કારગિલ યુદ્ધમાં શહીદી વ્હોરી છે. જેમાં ગુજરાતના સૌથી નાની 19 વર્ષની વય ધરાવતા વીર શહિદ રમેશ જોગલ ( Martyr Ramesh Jogal ) કારગિલ લડાઈમાં શહીદ થયા હતા. આજના કારગિલ વિજય દિવસ 2021 ( Kargil Vijay Diwas 2021 )ના ચાલો તેમના વિશે જાણીએ...
Kargil Vijay Diwas 2021 TRIBUTE TO MARTYR Ramesh Jogal of Devbhumi Dwarka શહીદ વીર રમેશકુમાર જોગલની વાત
હાલારની ધીંગી ધરામાં ઘણા સાવજ જન્મ્યા છે. તેવા જ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના વિક્રમભાઈ અને જશીબેન જોગલનો દીકરો રમેશકુમાર વિક્રમભાઈ જોગલ, કે તેમણે ફક્ત પાંચ વર્ષની નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી. પિતાના અકાળે મૃત્યુ બાદ મોટા દીકરા હમીરભાઈએ મજૂરી કરીને 2 ભાઈઓને ભણાવી-ગણાવી પગભર કરવાનું બીડું ઉઠાવ્યું હતું. મેવાસા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોના માનીતા અને સૌથી હોનહાર વિદ્યાર્થી તરીકે રમેશની ગણના કરવામાં આવતી હતી.
Kargil Vijay Diwas 2021 TRIBUTE TO MARTYR Ramesh Jogal of Devbhumi Dwarka સૈન્યમાં આર્ટીલરી ટ્રેડ મળ્યો
બાળ રમેશને પહેલાથી જ સૈન્યના ગણવેશ પ્રત્યે ખુબ જ લગાવ હતો. આથી, મોટા હમીરભાઈને કહેતો કે “ભાઈ, મારે આ ગણવેશ પહેરવો જ છે.” આ બાદ, તે તેના સપના પાછળ દોડતો થયો અને આખરે 1990ના એપ્રિલ મહિનામાં રમેશ જોગલ સૈન્યમાં જોડાયા હતા. આર્ટીલરી તાલીમ મથક નાસિક ખાતે તેને આર્ટીલરી ટ્રેડ મળ્યો હતો. ટ્રેનિંગમા ખૂબ સાહસિક બધાથી આગળ અને ફાયરિંગમા પહેલા નંબર પર મેડલ મેળવીને ટ્રેનિંગ પાસ કરી હતી. આ બાદ રજા મળતા જ તે 2-4 દિવસ રજા પર માંડ આવ્યો હતો, ત્યાતો યુદ્ધના ડંકા વાગ્યા અને સમાચાર મળતા પોતાના સામાન પેક કરીને માતા અને પિતા તુલ્ય મોટાભાઈને પગે લાગીને આજીજી કરીને કહ્યું હતું કે, માં મારે માં ભોમના રક્ષણ કાજે હવે મારે જવુ જ પડશે, અરે આજના જાવ તોતો તારા ધાવણને કલંક લાગે, આથી રાત્રે જ ટ્રેનમાં બેસીને 141 બટાલિયનમાં હાજરી આપી હતી. રમેશ જોગલ સાહસિક હોવાથી તોપ પર બહાદુર યુવાનને સ્થાન આપવામાં આવે છે.
Kargil Vijay Diwas 2021 TRIBUTE TO MARTYR Ramesh Jogal of Devbhumi Dwarka સામી છાતીએ લડી દુશ્મનોને ધુળ ચખાડી
કારગિલ યુદ્ધ સમયે સેનાના મુખ્યાલય મતીયાન ખાતે એક સુરક્ષિત બંકર અંદર ઉભુ કરવામાં આવેલું હતું. જનરલ ઓફિસર કમાન્ડિંગ ત્યાં રહીને સમગ્ર યુદ્ધ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. ભારતના અટેક પ્લાન આ મુખ્યાલયના ઓપરેશન રૂમમાં જ ઘડાઈ રહ્યા હતા. આહિર પુત્ર વીર રમેશ જોગલની ‘પાપા’ બેટરી આ મતીયાન ગામમાં સ્થિત હતી. રમેશ જોગલનું યુનિટ 141 ફિલ્ડ રેજીમેન્ટ, 121 ઈન્ફેન્ટ્રી બ્રિગેડનું ડાયરેક્ટ સપોર્ટ યુનિટ હતું. તેમના યુનિટના શિરે યુદ્ધના શરૂઆતના સમયથી જ દ્રાસ, કાક્સર અને બટાલિક સેક્ટર ખાતે દુશ્મનને આગળ વધતો રોકવાની, તેમજ દુશ્મનને ખસેડવાની જવાબદારી હતી. 141 ફીલ્ડ રેજીમેન્ટ પર દુશ્મન પોઝિશન પર હુમલો કરવાની સાથે સાથે મુખ્યાલયની સુરક્ષાની બેવડી જવાબદારી હતી. મતીયાનથી તેઓ સતત તોલોલીંગ અને ટાઈગરહિલ આ બન્ને પોઝિશન પર ગોળાઓ વરસાવી રહ્યાં હતા.
Kargil Vijay Diwas 2021 TRIBUTE TO MARTYR Ramesh Jogal of Devbhumi Dwarka આ હતી 14 જૂન 1999ના રોજની સ્થિતિ
મતીયાનના એ વિસ્તાર પર દુશ્મને ગજબનાક ભારે તોપમારો શરૂ કરી દીધો. જુશ્મન ઉંચાઈએ હોવાને કારણે રમેશ જોગલની બેટરી તોપો પણ દુશ્મનના વેપન લોકેટિંગ રડારમાં આવી ચૂકી હતી. આથી પરિસ્થિતિ વિકટ બની રહી હતી. પ્રધાનમંત્રીના ઉદ્દબોધન માટે એકઠા થયેલા સૈનિકોને તરત જ નજીકના પર્વતોની આડશ લેવાનું કહેવામાં આવ્યું. પરિસ્થિતિની ગંભીરતા પારખીને આર્મી એવિએશનના હેલિકોપ્ટરો થોડી જ મિનિટોમાં ત્યાંથી ઉડી ગયા અને શરૂઆતી શેલિંગ હળવું હતું. એકવાર ટાર્ગેટ એક્વિઝિશન થઈ ગયા બાદ દુશ્મન શેલિંગ અસહ્ય બની ગયું. રમેશ જોગલની બેટરીની તોપો છુપાવવા માટે કોઈ જગ્યા નહોતી. દુશ્મન ઉપરથી સચોટ નિશાન સાધી રહ્યો હતો. મુકાબલો બરાબરનો નહોતો રહ્યો, પણ એ જવાનો ન ડર્યા, ન ડગ્યા અને રોકાયા વિના વળતા હુમલા કરતા રહ્યાં.
Kargil Vijay Diwas 2021 TRIBUTE TO MARTYR Ramesh Jogal of Devbhumi Dwarka માં ભોમની રક્ષા માટે સામી છાતીયે ગોળી ખાધી
આ દરમિયાન એક નજીકની બોફોર્સ બેટરી પોઝિશન દુશ્મન ફાયરિંગની ઝપેટમાં આવી ગઈ હતી. ભારતની તેની 4 તોપોને ભારે નુકસાન થયું હતું, આથી, અનેક સૈનિકો પણ ઊજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં દેવભૂમિ દ્વારકાનો સપૂત રમેશ જોગલ પણ ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારે તે વીર સપૂતે કહ્યું હતું કે, મારી માં અહિરાણીને કેજો કે મે સામી છાતીયે ગોળી ખાદ્યી છે પીઠ પર નહીં.. આમ કહીને શહિદ રમેશ જોગલે દેશની રક્ષા કરતા 6 જુલાઈ 1999 ના રોજ પોતોના પ્રાણની આહુતી આપી હતી. આ બાદ આ વીર જવાનને સરકાર દ્વારા શહિદના બિરુદ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મેવાસાના આ વીર શહિદ રમેશકુમાર જોગલે દ્વારકા જિલ્લા સહિત સમગ્ર પંથકને ગૌરવવંતો બનાવ્યો છે.