ગુજરાત

gujarat

ETV Bharat / city

તૌકતે વાવાઝોડાની અસરના કારણે જામનગરમાં 12 સ્થળે વૃક્ષો ધરાશાયી

જામનગરમાં પણ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. અહીં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો અનેક જગ્યાએ વૃક્ષો પડવાની પણ ઘટના સામે આવી છે. જામનગરમાં દિગ્વિજય પ્લોટમાં શેરી નંબર 60માં આવેલું એક વૃક્ષ મકાન પર ધરાશાયી થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા.

તૌકતે વાવાઝોડાની અસરના કારણે જામનગરમાં 12 સ્થળે વૃક્ષો ધરાશાયી
તૌકતે વાવાઝોડાની અસરના કારણે જામનગરમાં 12 સ્થળે વૃક્ષો ધરાશાયી

By

Published : May 18, 2021, 3:30 PM IST

  • વાવાઝોડાની અસરના કારણે જામનગરમાં ધીમી ધારે વરસાદ શરૂ
  • અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા ફાયર વિભાગની ટીમે શરૂ કરી કામગીરી
  • જામનગરમાં સોમવારે મોડી રાતથી ભારે પવન જોવા મળ્યો હતો

જામનગરઃ સમગ્ર ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ત્યારે જામનગરમાં પણ હવે આ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. કારણ કે, અહીં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. તો અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે.

અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા ફાયર વિભાગની ટીમે શરૂ કરી કામગીરી

આ પણ વાંચોઃજૂઓ પોરબંદરથી ગ્રાઉન્ડ રિપોર્ટ: પોરબંદરમાં અનેક વૃક્ષો થયા ધરાશાયી, કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનું રેસ્ક્યુ

જામનગરમાં વાવાઝોડાની અસર

દિગ્વિજય પ્લોટ શેરી નંબર 60માં આવેલું એક વૃક્ષ મકાન પર ધરાશાયી થયું હતું, જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. આ સાથે જ PGVCLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

જામનગરમાં સોમવારે મોડી રાતથી ભારે પવન જોવા મળ્યો હતો

આ પણ વાંચોઃતૌકતે વાવાઝોડાના કારણે રાજકોટમાં 985થી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા

વૃક્ષો પડવાની ઘટનાઓ વધી

હવામાન ખાતાની આગાહી અનુસાર, સોમવારે રાત્રે તૌકતે વાવાઝોડું રાજ્યના દરિયા કિનારે ત્રાટક્યું હતું. સદનસીબે જામનગરમાં વાવાઝોડાની અસર ઓછી જોવા મળી હતી. આમ, છતાં સોમવારે મોડી રાતથી જામનગરમાં ભારે પવન જોવા મળ્યો હતો. જામનગરમાં ભારે પવનના કારણે શહેરમાં 10થી વધુ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો જામનગર મહાનગરપાલિકાના ફાયર શાખાને મળી હતી.

10થી 12 જગ્યાએ વૃક્ષ પડવાની ફરિયાદ
જામનગરમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. સોમવારે મોડી રાતથી શહેરમાં ભારે પવન જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે શહેરના રામેશ્વરનગર, મચ્છરનગર, જોગ્સપાર્ક, પટેલ કોલોની, પંચવટી, ઈન્દિરા માર્ગ, તીનબત્તી સહિતના વિવિધ વિસ્તારોમાં 10થી 12 જેટલા સ્થળોએથી વૃક્ષો પડવાની ફરિયાદ ફાયર શાખામાં નોંધાઈ હતી. આ ઉપરાંત અનેક સ્થળોએ વૃક્ષોની નાની-મોટી ડાળીઓ પડવાની ઘટનાઓ પણ જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details