જામનગરની ખોડીયાર કોલોની ગુરૂકૃપા હોટલની બાજુમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરી મચી હતી. ભીડભાળ વાળા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા શીફ્ટ કારનો ભુકો બોલી ગયો છે. થોડા દિવસ અગાઉ તળાવની પાસે પણ એક વૃક્ષ ધરાશાયી થયું હતું. ભારે પવનના કારણે આ વૃક્ષ ધરાશાયી થયું હતું. ખોડીયાર કોલોની એ સતત લોકોની આવન-જાવન થતો વિસ્તાર છે. વૃક્ષની બાજુમાં નાસ્તાની રેકડીઓ પર નાસ્તો કરી રહેલા લોકો પણ જીવ બચાવવા માટે ભાગ્યા હતા.
જામનગરની ખોડીયાર કોલોનીમાં વૃક્ષ ધરાશાયી થતાં કારના ફૂરચા ઉડાવી દીધા - વૃક્ષ ધરાશયી
જામનગર: શહેરમાં અવારનવાર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જામનગરની ખોડીયાર કોલોનીમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી.

Tree down
જામનગરની ખોડીયાર કોલોનીમાં વૃક્ષ ધરાશય
આમ તો જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મુખ્ય રોડ પર આવેલા વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું છે. પણ ખોડિયાર કોલોનીમાં મુખ્ય રોડ પાસે આવેલું આ વૃક્ષ છેલ્લા ઘણા સમયથી નમેલી હાલતમાં હતું. છતાં પણ નગરપાલિકાની ટીમ દ્વારા વૃક્ષોનું કટીંગ કરવામાં ન આવતા એક વૃક્ષ ધરાશાયી થયું હતું.