- કોરોનાની બીમારી બાદ મ્યૂકોરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં થયો વધારો
- જામનગરમાં મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું
- આ સેન્ટર સવારે 9 થી 2 વાગ્યા દરમિયાન શરૂ રહેશે
જામનગરઃ શહેર અને જિલ્લામાં કોરોના મહામારીનો કહેર સતત વધી રહ્યો છે. દરરોજ 700થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ છે. તો બીજી તરફ કોરોના મહામારીમાં સાજા થયેલાં દર્દીઓમાં ફૂગ ઇન્ફેક્શન(મ્યુકોરમાઈકોસિસ)નું સંક્રમણ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે.
જામનગરમાં મ્યૂકોર માઈકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ કરાયું આ રોગનું સમયસર નિદાન અને સારવાર જરૂરી
જેની સમયસર નિદાન અને સારવાર ના થાય તો તે પ્રાણઘાતક બની શકે છે. આ રોગમાં મુખ્યત્વે ત્રણ જાતના લક્ષણો જોવા મળે છે, જેમાં આંખ, નાક ( સાઈનસ) અને મોઢામાં ( દાંત અને પેઢા )ને લગતા લક્ષણો જોવા મળે છે. ત્યારે જામનગરમાં આ રોગના દર્દીઓ માટે આજથી મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
જામનગરમાં મ્યૂકોર માઈકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ કરાયું આ પણ વાંચોઃ સુરતમાં પોસ્ટ કોરોના ઇફેક્ટ: મ્યુકરમાઈકોસીસના કારણે અનેક લોકોએ ગુમાવી આખની રોશની
લક્ષણો ધરાવતા તમામ દર્દીઓએ વહેલી તકે સારવાર લેવા માટે તંત્ર દ્વારા અપીલ કરાઈ
જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે આવા દર્દીઓની વહેલી તકે પ્રાથમિક નિદાન અને સારવાર થાય તે માટેનું એક સેન્ટર તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવ્યું છે. આ સેન્ટર સવારે 9 થી 2 વાગ્યા દરમિયાન મેન્ટલ હોસ્પિટલ બિલ્ડીંગ, વિકાસ ગૃહ રોડ, જામનગર ખાતે શરૂ કરવામાં આવ્યું છે અને ઉપરોક્ત લક્ષણો ધરાવતા કોરોનાની બીમારીથી સાજા થયેલા તમામ દર્દીઓએ આ સેન્ટરમાં સારવાર લેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
જામનગરમાં મ્યૂકોરમાઈકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ કરાયું