- જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ જેસે થે
- મહાનગપાલિકાએ તાત્કાલિક રખડતા ઢોર મુદ્દે યોગ્ય કામગીરી કરવી જોઈએ
- શાકભાજી લેવા ગયેલી મહિલાને રખડતા ઢોરે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું
જામનગરઃ દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રસ્તા વચ્ચે અડીગો જમાવીને બેસતા ઢોર વાહન ચાલકો માટે માથાના દુખાવા રૂપ બન્યા છે, ત્યારે આ રખડતા ઢોર રસ્તા પર અચાનક દોડતા હોવાથી ઘર બહાર બેઠેલા લોકોનો પણ ભોગ લઇ લે છે. અગાઉ શાકભાજી લેવા ગયેલી મહિલાને રખડતા ઢોરે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચોઃ સ્માર્ટ સિટી અમદાવાદ રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવામાં શૂન્ય
હાપામાં રેસિડન્ટ સોસાયટીમાં ઘર બહાર બેઠેલા લોકોને લીધા અડફેટે
જામનગર(Jamnagar)ના હાપામાં સાંજના સમયે રેસિડેન્ટ સોસાયટીમાં ઘર બહાર બેઠેલા વ્યક્તિઓ પાસેથી ભૂરાયા થયેલા ઢોર એકાએક નીકળતા એક વ્યકિતને ગંભીર ઇજા થઇ છે, તો અન્ય વ્યક્તિઓ માંડ બચ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.