જામનગરઃ શહેરમાં સાત રસ્તા ઇન્દિરા માર્ગ પર આવેલા 66 KV ગુજરાત ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO)ની ઓફિસના બિલ્ડિંગનું રીનોવેશન કામ હાલ ચાલી રહ્યું છે, જેમાં 5 મજૂરો બિલ્ડિંગનું રીનોવેશનનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન બિલ્ડીંગની છતનો એક ભાગ અકસ્માતે ધરાશાઈ થતા 3 મજૂરો દટાયા હતા.
જામનગરમાં GETCO ઓફિસની છત ધરાશાયી થતા 3 લોકો ઇજાગ્રસ્ત - The roof of the GETCO office collapsed
જામનગરમાં સાત રસ્તા ઇન્દિરા માર્ગ પાસે આવેલા ગુજરાત ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) ઓફિસના રીનોવેશન કામ દરમિયાન છતનો ભાગ ધરાશાહી થયો હતો, જેમાં 3 મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
જામનગરમાં GETCOમાં ઓફીસની છત ધરાશાયી
આ બનાવની જાણ થતા જ ત્રણેય મજૂરોને 108 મારફતે સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ત્રણેય મજૂરોને હાથ-પગ અને મોઢામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઓફિસની છતનો એક ભાગ એકાએક ધરાશાયી થતા અફડાતફડી મચી ગઇ હતી. જો કે, સદનસીબે મોટી દુર્ધટના થતા અટકી હતી.