ગુજરાત

gujarat

ETV Bharat / city

જોડિયા તાલુકામાં મામલતદાર કચેરીના ત્રણ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા કચેરી 5 દિવસ માટે બંધ કરાઈ - Corona virus

જામનગર જિલ્લામાં દિન પ્રતિદીન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લાના જોડિયા તાલુકામા મામલતદાર સહિત અન્ય બે અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કચેરીને 5 દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

Mamlatdar's office
જોડિયા તાલુકામાં મામલતદાર કચેરીને 5 દિવસ માટે બંધ કરાઇ

By

Published : Sep 21, 2020, 4:02 PM IST

જામનગરઃ સમગ્ર રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે જિલ્લાના જોડિયા તાલુકામાં મામલતદાર કચેરીના ત્રણ અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. મામલતદાર સહિત અન્ય બે અધિકારીઓ પોઝિટિવ આવતા કચેરીને તારીખ 21 થી 25 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

જોડિયા તાલુકામાં મામલતદાર કચેરીને 5 દિવસ માટે બંધ કરાઇ

જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાઇરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે સરકારી કચેરીઓમાં પણ કોરોના વાઇરસે પગ પેસારો કર્યો છે. જોડિયા મામલતદાર પી .કે. સરપદડીયાનો તેમજ નાયબ મામલતદાર (મતદાર યાદી) અશુતોષ દવે અને નાયબ મામલતદાર (ઈ ધરા) રસિક પાડલીયા આ ત્રણ આધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તંત્ર સહિત લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

જોડિયા તાલુકામાં મામલતદાર કચેરીને 5 દિવસ માટે બંધ કરાઇ

ABOUT THE AUTHOR

...view details