- જામનગરના જામજોધપુરમાં ઝવેરાતને ત્યાં ત્રાટક્યા તસ્કરો
- 11 લાખના દાગીનાની ચોરી થઈ
- તસ્કરોએ સોના ચાંદીના વેપારીને ત્યાં પાડ્યું ખાતર
જામનગર: જિલ્લાના જામજોધપુર શહેરમાં બુધવારે રાત્રે સોના-ચાંદીના ઝવેરાત તંત્ર સાથે સંકળાયેલા વેપારીને ત્યાં તસ્કરો ત્રાટક્યા હતા. આ તસ્કરોએ મકાનમાં રહેલા સોના- ચાંદીના દાગીનાની ચોરી કરી રફૂચક્કર થઈ ગયા છે.
આ પણ વાંચો : વિવિધ રાજ્યોમાંથી લક્ઝરી કાર ચોરી કરીને વેચતા આરોપીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા
વેપારીએ ઘટનાની જાણ પોલીસને કરતાં જામનગરથી પોલીસ કાફલો પહોંચ્યો છે. LCBની ટીમ તેમજ DYSP કૃણાલ દેસાઈ પણ જામજોધપુર પહોંચ્યા છે અને તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી કરતા યુવકને ઝડપી પાડ્યો
DYSP સહિતનો પોલીસ કાફલો જામજોધપુર પહોંચ્યો
વેપારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર પોલીસે જુદી જુદી ટીમો પાડી તસ્કરોને ઝડપી પાડવા માટે પગલાં લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે જગ્યાએ ચોરી થઈ ત્યાં CCTV કેમેરા પણ લગાવેલા હતા. જોકે તસ્કરો સાથે સાથે CCTV કેમેરાનું ડિવાઈસ પણ સાથે લઇ નાસી ગયા છે. CCTV કેમેરાના ડિવાઇસની ચોરી થતાં પોલીસ માટે ચોરોને પકડવા મુશ્કેલ બની રહ્યા છે.