- થેબા ચોકડી હત્યા પ્રકરણના CCTV સામે આવ્યા
- પૂર્વ આયોજિત કાવતરું હોવાનો ઘટસ્ફોટ
- હત્યા પહેલા કારથી યુવરાજસિંહને મારી હતી ઠોકર
જામનગર: થેબા ચોકડી પાસે યુવરાજસિંહ નામના યુવકનું ગળું કાપી ડિસમિસ થયેલા પોલીસકર્મીએ હત્યા નીપજાવી છે. સમગ્ર હત્યાકાંડના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફુટેજમાં મૃતક યુવરાજસિંહ પોતાની એક્ટીવા પર ઠેબા ચોકડી પર બેસેલા જોવા મળે છે અને એકાએક આરોપી ઈશ્વરસિંહ જાડેજા પોતાની કાર લઈને આવે છે અને યુવરાજ સિંહ પર કાર ચડાવે છે.
આ પણ વાંચો:સુરતના પલસાણામાં નજીવી બાબતે યુવાન પર કરાયો ચપ્પુથી હુમલો
બાદમાં કાર પાસે યુવરાજસિંહ આવતા જ છરી વડે ગળું કાપી નાખ્યું
જો કે ઈશ્વરસિંહ યુવરાજસિંહને કાર અથડાવતા યુવરાજસિંહ કારમાં બેસેલા ઈશ્વરની પાસે પહોંચે છે ત્યારે ઈશ્વરસિંહ કારમાં રહેલી છરી વડે યુવરાજ સિંહનું ગળું કાપી નાખે છે. જેમાં યુવરાજસિંહનું જી.જી.હોસ્પિટલ લાવતા સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
આ પણ વાંચો: રાજકોટના ત્રિકોણ બાગ પાસે ટેમ્પો ચાલકે ટુવ્હીલર ચાલકને અડફેટે લેતા મહિલાનું થયું મોત
જાનથી મારી નાખવાની આપી હતી ધમકી
જો કે હત્યા પહેલા ઈશ્વરસિંહ જાડેજાએ પોતાના ભાઈને યુવરાજસિંહ પાસે મોકલી દીધો હતો અને CCTVમાં તેમની સાથે વાતચીત કરતો જોવા મળે છે. યુવરાજસિંહ અને ઈશ્વરસિંહ બન્ને રેતીના ધંધા સાથે સંકળાયેલા છે. અગાઉ પણ બન્ને વચ્ચે ડ્રાઇવરોની અદલા-બદલીને લઈને ડખો થયો હતો. ઈશ્વરસિંહે અગાઉ યુવરાજ સિંહના ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.