- 25 જૂને સત્યસાંઇ ખાતે યોજાશે લેખિત પરીક્ષા
- કોરોના મહામારી અગાઉ યોજાઈ હતી ફિઝિકલ પરીક્ષા
- પરીક્ષા માટે નવેસરથી એડમિટ કાર્ડ કઢાવવાનું રહેશે
જામનગર: કોરોનાકાળ પહેલા દેવભૂમિ દ્વારકામાં આર્મી ભરતીની ફિઝિકલ પરીક્ષા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં યુવકોએ ફિઝિકલ પરીક્ષા પાસ કરી હતી. જોકે, કોરોના મહામારી હોવાના કારણે લેખિત પરીક્ષા યોજાઈ ન હતી. જેનું આગામી 25 જૂનના રોજથી આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરમાં 25 જૂનના રોજ આર્મી રિક્રૂમેન્ટની લેખિત પરીક્ષા યોજાશે તમામ વિધાર્થીઓને નવું એડમિટ કાર્ડ અપાશે
આર્મીના રિક્રૂટમેન્ટ ઓફિસરના જણાવ્યા પ્રમાણે જે યુવકોએ ફિઝિકલ પરીક્ષા પાસ કરી હશે તેઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. જોકે તમામ ઉમેદવારોએ ફરીથી નવું એડમિટ કાર્ડ જામનગર આર્મી ઓફિસ ખાતેથી કઢાવવું પડશે. જે યુવકો પાસે નવું એડમિટ કાર્ડ હશે તેમને જ લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. જામનગર સહિત કચ્છ અને અન્ય જિલ્લામાં પણ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં પાસ થયેલા યુવકોને આર્મી ટ્રેનિંગ માટે જુદા જુદા ટ્રેનિંગ સેન્ટર્સ ખાતે બોલાવવામાં આવશે.