જામનગર: શહેરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશ-દુનિયામાં જાણીતું બન્યું છે. જામનગરનું વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર અઢી મહિના બાદ આજે સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. કોવિડની ગાઈડલાઈન અનુસાર તમામ નિયમોનું અહીં પાલન કરવામાં આવી રહ્યું છે. તેમજ મંદિરના પ્રવેશદ્વારથી અંદર પ્રવેશતા ભક્તોને ફરજિયાત સેનેટાઈઝર અને માસ્કના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.
જામનગરનું વિખ્યાત બાલા હનુમાન મંદિર અઢી મહિના બાદ ખુલ્લુ મુકાયું - ગુજરાતીસમાચાર
કોરોના વાઈરસની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ કોરોના વાઈરસના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ત્યારે ભીડભાડથી બચવા અને કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે જામનગરનું સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. હવે અઢી મહિના બાદ આજથી મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું છે.

etv bharat
વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર બે વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવી ચૂક્યું છે. બાલા હનુમાન મંદિરમાં છેલ્લા ૫૬ વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. lockdownમાં પણ અહીં પાંચ વ્યક્તિઓ દ્વારા સતત અખંડ રામધૂન ચાલુ રાખવામાં આવી હતી. આજે બાલા હનુમાનજીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પોલીસનો બંદોબસ્ત પણ મંદિરમાં ગોઠવવામાં આવ્યો છે.
જામનગરનું વિખ્યાત બાલા હનુમાન મંદિર અઢી મહિના બાદ ખુલ્લુ મુકાયું