- આડા સંબંધની શંકામાંં હત્યા થઇ હોવાની ચર્ચા
- પત્નીની હત્યા કર્યા બાદ પતિ પોલીસ સમક્ષ હાજર
- છેલ્લા 20 દિવસથી પતિપત્ની વચ્ચે ચાલતો હતો ડખો
જામનગરઃ જામનગરમાં પણ આજથી સ્કૂલો શરુ થઇ છે ત્યારે શિક્ષણસ્ટાફ પોતાની સ્કૂલોમાં હાજર થયો છે. એવા સમયે સવારમાં જ જામનગરમાં જાહેર માર્ગ પર સ્કૂલે જઈ રહેલી શિક્ષિકા પર તેના પતિએ છરી વડે હુમલો કરી દીધો હતો. જેના કારણે શિક્ષિકા મોતને શરણ થઈ ગઇ હતી. 20 દિવસથી પતિપત્ની વચ્ચે કોઈ બાબતે લઈને ડખો ચાલતો હતો
આ પણ વાંચોઃ Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર જાણો કઇ વસ્તુઓ ઘરમાં રખાય અને કઇ ન રખાય
જામનગર તાલુકાના થાવરિયા વાડી વિસ્તારમાં આવેલી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને ગુલાબનગર વિસ્તારમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા નીતાબેન પ્રફુલભાઈ ડાભી નામના મહિલા આજે સવારે તેની સ્કૂલે જઈ રહ્યાં હતાં. તે દરમિયાન મહાપ્રભુજીની બેઠક નજીક મહિલા શિક્ષિકાને તેમના પતિએ જાહેર માર્ગ પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મહિલા શિક્ષિકાનો મૃતદેહ કબ્જે કરી પીએમ અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પત્નીનું ખૂન કર્યા બાદ પતિએ પોલીસને ફોન કરી જાણ કરી હતી અને પોલીસ સમક્ષ હાજર થયો છે.
આ પણ વાંચોઃ આજે જેઠ મહિનાનું સોમ પ્રદોષ વ્રત