- જામનગરમાં વેક્સિનેશનનો બીજો તબક્કો શરુ
- જામનગરમાં 800થી પણ વધુ કર્મચારીઓને રસી અપવામાં આવી
- એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે થશે વેક્સિનેશન
જામનગર :શહેરમાં વેક્સિનેસનનો બીજો તબક્કો બે દિવસ ચાલશે. જેમાં તમામ કર્મચારીઓને સાંકળી લેવામાં આવ્યા છે. હાલ કર્મચારીઓને વેક્સિન અપાઈ રહી છે. પછી સામાન્ય નાગરિકોને વેક્સિન આપવામાં આવશે. એક દિવસમાં 800થી પણ વધારે કર્મચારીઓને વેક્સિન આપવાની યોજના છે. રોજના હજાર એટલે કે 2 હજાર જેટલા કર્મચારીઓને આ તબક્કામાં આવરી લેવામાંં આવશે.
એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે બીજા તબક્કાનું વેક્સિનેશન
શહેરમાં બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વોરિયર્સ એટલે કે સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ, પોલીસકર્મીઓને વેક્સિન આપવામાં આવી રહી છે. જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે બીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. બીજા તબક્કામાં શરૂ કરવામાં આવેલ વેક્સિનેશનમાં જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર વાસ્તણી, ભૂગર્ભ શાખા કાર્યાલય ઇજનેર અમિત કણસાગરા સહિત સફાઈ કામદારો મોટી સંખ્યામાં કોરોના વેક્સિનેશન કરવા માટે આવ્યા હતા.
કર્મચારીને કોઇ આડઅસર જોવા મળી નથી
જામનગર મહાનગર પાલિકાના કર્મચારીઓ અને પોલીસકર્મીઓ મોટી સંખ્યામાં એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે ઉમટ્યા હતા. કોઈ પણ જાતના ડર વિના વેક્સિન લઈ રહ્યા છે. જો કે, સાંજ સુધીમાં અનેક લોકોએ વેક્સિનનો ડોઝ લીધો છે પણ કોઈ કર્મચારીને આડઅસર જોવા મળતી નથી.