- જામનગરમાં દોઢ વર્ષથી સ્કૂલો બંધ
- શિક્ષકો આર્થિક અને માનસિક રીતે બન્યા પરેશાન
- રાજ્ય સરકારે સ્કૂલો ફરી શરૂ કરવી જોઈએ
જામનગર: જિલ્લા સહિત રાજ્યભરમાં છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલો બંધ હોવાના કારણે શિક્ષકોની હાલત કફોડી (Miserable) થઈ છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષકો ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે પણ જે શિક્ષકો ખાનગી શાળા અને સ્કૂલમાં અભ્યાસ કરાવતા હોય છે, તેઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે શિક્ષકોની રોજગારી (Employment) છીનવાઈ ગઈ છે.
આ પણ વાંચો : Reality Check - જૂનાગઢ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના મકાન સુરક્ષિત અને સુવ્યવસ્થિત
ખાનગી શિક્ષકોને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે
ખાસ કરીને ખાનગી શાળા તેમજ ખાનગી ટ્યુશન ક્લાસીસ (Tuition classes)માં અભ્યાસ કરતા શિક્ષકો છેલ્લા દોઢ વર્ષથી આર્થિક સંકડામણ (Economic constraints) અનુભવી રહ્યાં છે. શિક્ષકો માગ કરી રહ્યાં છે કે, રાજ્ય સરકારે કેવી રીતે મોલ અને મલ્ટિપ્લેક્સને ખુલ્લા કર્યા છે તેવી જ રીતે ટ્યુશન ક્લાસીસ (Tuition classes) પણ ચાલુ કરવામાં આવે કારણ કે ઓનલાઈન શિક્ષણથી બાળકો વ્યવસ્થિત અભ્યાસ કરી શકતા નથી અને ઓફલાઇન શિક્ષણ શરૂ થવાથી શિક્ષકોને રોજગારી (Employment) મળશે. સાથે સાથે બાળકોને સારું શિક્ષણ પણ મળી શકશે.