- કાલાવડ પંથકમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના આવી સામે
- નાના પાંચદેવડામાં આચાર્યએ વિદ્યાર્થિની સાથે કર્યા અડપલાં
- ઓનલાઈન શિક્ષણની સમજૂતી માટે શાળાએ બોલાવી આચાર્ય કરતો અડપલાં
- ગ્રામ્ય વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાના આધેડ વયના આચાર્યની કરતૂત
- કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો નોંધાયો
- પોલીસે અડપલાં કરનાર આધેડ આચાર્યને ગણતરીના ઝડપી લીધો
જામનગરઃ એક બાજુ સરકાર દ્વારા 'બેટી બચાઓ બેટી પઢાઓ' અભિયાન ચલાવવામાં આવે છે તો બીજી તરફ આ જ અભિયાનને કેટલાક શિક્ષકો કલંકિત કરી રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી છે જામનગરમાં. કાલાવડ પંથકમાં નાના પંચદેવડામાં શાળાના શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હતા. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જામનગર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડામાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલા કરતા ભારે આક્રોશ ફેલાયો છે. પાંચદેવડાની પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 56 વર્ષના બાબુ નાથાભાઈ સંઘાણીએ ઓનલાઈન શિક્ષણ માટે વિદ્યાર્થિનીને બોલાવીને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.