જામનગર:આજકાલ ઓનલાઇન ખરીદ વેચાણનું પ્રમાણ ખુબ જ વ્યાપક બન્યું છે, ખાસ કરીને યુવા વર્ગમાં ઓનલાઇન ખરીદી (online shopping fraud) નો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. જોકે જામનગરમાં(Jamnagar crime) એક વિચિત્ર ઘટના બની છે. જે કંપનીમાં સુપરવાઇઝર (Jamnagar fraud supervisor) નોકરી કરતો હતો તે કંપનીનું જ લાખોરુપિયાનું કરી નાખ્યું છે. જામનગર પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા સુપરવાઈઝરે કંપનીનું જ લાખો રૂપિયાનું કરી નાખ્યાની ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો:scam in finance company: વડોદરાની ફાયનાન્સ કંપની સાથે 22 ભેજાબાજોએ કરોડોનું કરી નાંખ્યું
પોલીસ ફરિયાદ નોંધાઈ
આ મામલમાં પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર શૈલેશભાઈ પટેલ નામના ફરીયાદી જેઓ એઈમ લોજીસ્ટીક સર્વિસના નામે ફલીપકાર્ટની પેટા કંપની ઈન્સ્ટાકાર્ટ તરફથી ઓનલાઈન (online shopping fraud in jamnagar) ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતી ચીજવસ્તુઓની ડીલવરીનુ કામ સંભાળતી હોય અને તેઓની પેટા ઓફીસ જામનગર દરેડ જી.આઈ.ડી.સી.મા આવેલ છે. જેનુ સુપરવાઈઝર તરીકે એજાજ હનીફભાઈ દરેશ કરતો હતો જે લાલખાણ, મદીના મસ્જીદ પાસે જામનગર ખાતે રહે છે.