- દેવભૂમિદ્વારકામાં સ્કૂબા ડાઈવિંગ (scuba diving) શિખવા આવતા લોકોની સંખ્યા વધી
- દર વર્ષે લોકો દરિયાઈ જીવસૃષ્ટિને નીહાળવા સ્કૂબા ડાઈવિંગ (scuba diving) કરવા અહીં આવે છે
- અમુક લોકો સ્કૂબા ડાઈવિંગ (scuba diving)માં કરિયર બનાવવા માટે અહીં આવે છે
- 15 વર્ષથી આર્થવ સ્કૂબા ડાઈવ ઈન્સ્ટિટ્યૂટ લોકોને આપે છે ટ્રેનિંગ
જામનગરઃ દેવભૂમિદ્વારકામાં રાજ્યની એક માત્ર સ્કૂબા ડાઈવિંગ ઈન્સ્ટિટ્યૂટમાં (scuba diving institute)દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સ્કૂબા ડાઈવિંગ શિખવા આવે છે. જે લોકોને દરિયાઈ જીવસૃષ્ટિ જોવાનો શોખ હોય છે. તેવા લોકો અચૂક આ ટ્રેનિંગ લે છે. આ ઉપરાંત અહીં 2 પ્રકારના લોકો સ્કૂબા ડ્રાઈવ કરવા આવતા હોય છે. એક તો જેને તેમાં કરિયર બનાવવું છે. અને બીજા જે લોકોને દરિયાઈ જીવસૃષ્ટિ જોવામાં રસ છે. દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત આર્થવ ડાઈવિંગ ઈન્સ્ટિટ્યૂટ અહીં લોકોને સ્કૂબા ડાઈવિંગની ટ્રેનિંગ આપી રહી છે.
આ પણ વાંચો:વહિદા રહેમાને ફરી એકવાર પ્રમાણિત કર્યું કે ઉંમર એક માત્ર આંકડો
અનેક લોકો સ્ક્યુબા ડાઈવ (scuba diving) કરવા માટે દ્વારકા આવે છે
એવી લોકવાયકા છે કે, ભગવાન શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા દ્વારકા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, મૂળ દ્વારકા દરિયામાં ગરકાવ થઈ ગઈ છે. ભગવાન કૃષ્ણએ દ્વારકા નગરી બનાવી હતી ત્યારે બ્રહ્માજી પાસે વરદાન માગ્યું હતું. પોતે દરિયાએ દ્વારકા નગરી માટે પાણી ઓછું કરી નાખ્યું હતું. ભગવાન કૃષ્ણએ બાદમાં દ્વારકા નગરી અહીં બનાવી હતી. જોકે, બાદમાં કૃષ્ણ ભગવાન સોમનાથ ચાલ્યા જતા દરિયા પાસેથી માગેલી જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેમાં દ્વારકાનગરી દરિયામાં ડૂબી ગઈ છે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.