- જામનગરની યુવતીનું અપહરણ અને દુષ્કર્મ કરનારા પાખંડી સાધુને પોલીસે ઝડપી પાડ્યો
- પંચકોષી બી ડિવિઝનના PSI સી.એમ.કાંટેલિયા તથા સ્ટાફની ઉમદા કામગીરી
- યુવતિને હત્યાની ધમકી આપી તેના જ ઘરમાં બે વખત દુષ્કર્મ ગુજારાયાની ફરિયાદ નોંધાવી
જામનગર: શહેર નજીકના એક ગામમાં વસવાટ કરતાં પરિવારને ત્યાં છ મહિના પહેલાં જિતેન્દ્ર પૃથ્વીસિંહ પરમાર નામનો અરવલ્લી જિલ્લાનો શખ્સ સાધુના સ્વાંગમાં આવી પહોંચ્યો હતો. આ શખ્સે પોતાનું નામ સાધુ જિતેન્દ્રગીરી ઉર્ફે મેન્ટલગીરી હોવાનું જણાવી આશરો માગતા તે પરિવારે પોતાના ખેતરમાં તે સાધુને રહેવા તથા જમવાની સગવડ કરી આપી હતી.
યુવતીને લઈ પાંખડી સાધુ અમદાવાદ ચાલ્યો ગયો હતો
આ પાખંડીએ ખેતરમાં જ પોતાને મંત્ર- જાપ કરવા છે તેમ જણાવ્યું હતું. જે બાદ આશરો આપનારા પરિવારના ઘરના સભ્યો ખેતરમાં જ જિતેન્દ્રગીરીને જમવાનું પહોંચાડતા હતાં. આ પરિવારની યુવતી પર પાખંડીએ નજર બગાડી હતી. ત્રણેક મહિના પહેલા તે યુવતીને જિતેન્દ્રગિરિએ જણાવ્યું હતું કે, તારા પરિવારને મેં મારી તાકાતથી વશમાં લઈ લીધો છે, તારે મારું કહ્યું કરવાનું છે, તે પછી ગયા સપ્તાહે તે યુવતીને પોતાની સાથે ચાલવા કહેતા યુવતીએ વિરોધ કર્યો હતો.
મંત્ર-તંત્રના નામે પરિવારને ડરાવી યુવતીનું કર્યું અપહરણ
આરોપીએ તારા પરિવારને મારી નાંકવાની ધમકી આપતાં તે યુવતી ગભરાઇ ગઇ હતી. આથી આરોપી તેને પોતાની સાથે લઇને નાસી ગયો હતો. બીજી તરફ યુવતી ઘરે ન આવતા પરિવાર વ્યાકુળ બન્યો હતો. તેણીની શોધખોળ શરૂ કરતાં પાખંડી જિતેન્દ્રગીરી પણ ગુમ હોવાનું ધ્યાને આવતાં પોલીસને જાણ કરાઈ હતી.