ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં ચાંદી બજાર રાબેતા મુજબ ખુલ્યુ, 4 દિવસ બંધ રહેશે તેવી અફવા ફેલાઈ હતી

જામનગરમાં બુધવારે સોશિયલ મીડિયામાં ચાંદી બજાર ચાર દિવસ માટે બંધ રહેશે, તેવો મેસેજ વાઈરલ થયો હતો. જેનું ગુરૂવારે સોના અને ચાંદી બજારના વેપારીઓએ ખંડન કર્યું છે, અને રાબેતા મુજબ ચાંદી બજાર ખુલી હતી. ચાંદી બજારના વેપારીઓ જણાવી રહ્યાં છે કે છેલ્લા 80 દિવસથી લોકડાઉનના કારણે તમામ કામ ધંધા બંધ હતા, ત્યારે ફરી ચાર દિવસ બંધનું એલાન થતા વેપારીઓ કપરી પરિસ્થિતિમાં મૂકાય તેવી શક્યતા છે.

Chadi Bazaar in Jamnagar
જામનગરમાં ચાંદી બજાર રાબેતા મુજબ ખુલી, 4 દિવસ બંધ રહેશે તેવો મેસેજ થયો હતો વાયરલ

By

Published : Jun 25, 2020, 7:42 PM IST

જામનગરમાં ચાંદી બજાર રાબેતા મુજબ ખુલ્યુ

  • 4 દિવસ બંધ રહેશે તેવો મેસેજ સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ
  • લોકડાઉનમાં બંધ બાદ ફરી બંધ રાખવાના નિર્ણયથી વેપારીઓનું એક જૂથ નિરાશ
  • વેપારીઓ વચ્ચે આંતરિક મતભેદ આવ્યો સામે

જામનગરઃ જિલ્લામાં બુધવારે સોશિયલ મીડિયામાં ચાંદી બજાર ચાર દિવસ માટે બંધ રહેશે, તેવો મેસેજ વાયરલ થયો હતો. જેનું ગુરૂવારે સોના અને ચાંદી બજારના વેપારીઓએ ખંડન કર્યું છે, અને રાબેતા મુજબ ચાંદી બજાર ખુલી હતી.

જામનગરમાં ચાંદી બજાર રાબેતા મુજબ ખુલી, 4 દિવસ બંધ રહેશે તેવો મેસેજ થયો હતો વાયરલ

ચાંદી બજારના વેપારીઓ જણાવી રહ્યાં છે કે છેલ્લા 80 દિવસથી લોકડાઉનના કારણે તમામ કામ ધંધા બંધ હતા, ત્યારે ફરી ચાર દિવસ બંધનું એલાન થતા સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ કપરી પરિસ્થિતિમાં મૂકાય તેવી શક્યતા છે.

ગુરૂવારે રાબેતા મુજબ ચાંદી બજારમાં દૂકાનો ખુલી રાખવામાં આવી છે. મોટાભાગની દુકાનોમાં રાબેતા મુજબની કામગીરી ચાલુ રાખવામાં આવી હતો. ત્યારે સોની બજાર અને ચાંદીબજારના વેપારીઓ વચ્ચે આંતરિક મતભેદ પણ સામે આવ્યો છે. એક જૂથ ચાંદી બજાર બંધ રાખવાના નિર્ણયમાં છે, જ્યારે બીજું જૂથ ચાલુ રાખવાની વાત કરી રહ્યું છે. જો કે છેલ્લા 80 દિવસથી કામધંધા બંધ હોવાના કારણે વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details