- એડવોકેટ કિરીટ જોશીના હત્યારાઓને કોર્ટમાં રજૂ કરાયા
- કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર
- આરોપીઓના ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા અને રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા
જામનગરઃ એડવોકેટ કિરીટ જોશીના હત્યાકાંડના ત્રણ આરોપીને જામનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કોવિડ હોસ્પિટલમાં એલસીબી તેમજ એસઓજીની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ આરોપીઓને વિડિયો કોલના માધ્યમથી કોર્ટમા રજૂ કરાયા હતા.
કોરોના સારવાર બાદ જેલ હવાલે કરવા કોર્ટનો આદેશ
જોકે 1 એપ્રિલે જામનગર કોર્ટમાં ત્રણેય આરોપીઓને વીડિયો કોલિંગના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા.કોરોનાની સારવાર બાદ સાજા થશે ત્યારે જેલ હવાલે કરવાનો કોર્ટે હુકમ આપ્યો છે. ભૂમાફિયા જયેશ પટેલના કહેવાથી ત્રણેય આરોપીઓએ ત્રણ વર્ષ પહેલા જામનગરના ટાઉનહોલ પાસે એડવોકેટ કિરીટ જોશીની 17 છરીના ઘા ઝીકી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ ત્રણેય આરોપી બાઈક લઈને નેપાળ પહોંચ્યા હતા.