જામનગરઃ જી જી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે, અહીં અનેક જિલ્લાના ગરીબ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે પૂર્વ મેયર દ્વારા જી જી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિને ચેક અર્પણ કરવામાં આવ્યો છે.
જામનગરનાં પૂર્વ મેયરે પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા 8.53 લાખ કોરોના ફંડમાં આપ્યા
કોરોના વૈશ્વિક મહામારીમાં હોસ્પિટલોમાં ડોકટર્સ જીવના જોખમે ફરજ નિભાવી રહ્યા છે. જામનગરની જી જી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે, અહીં અનેક જિલ્લાના ગરીબ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે પૂર્વ મેયર દ્વારા જી જી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિને ચેક અર્પણ કરવામાં આવ્યો છે.
જી જી હોસ્પિટલમાં ડીન ઓફીસ ખાતે શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશીની હાજરીમાં પૂર્વ મેયર દ્વારા રોગી કલ્યાણ સમિતિને ચેક અર્પણ કરાયો છે. આ પ્રસંગે હોસ્પિટલ ડીન, સુપરિટેનડેન્ટ અને સિનિયર ડોક્ટર હાજર રહ્યા હતા. પૂર્વ મેયર દિનેશ પટેલે રૂપિયા 8.50 લાખનું દાન આપી સમગ્ર જી જી હોસ્પિટલ પરિવારનું મનોબળ વધાર્યું છે.
કોરોના મહામારીમાં ગરીબ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર મળી રહે તે માટે અનેક દાતાઓ દાન આપતા હોય છે. પૂર્વ મેયર દિનેશ પટેલે પણ કોરોનાકાળમાં લોકોને આરોગ્ય લક્ષી સેવા મળે તેવા ઉદ્દેશ્યથી માતબર રકમ દાનમાં આપી છે. જી જી હોસ્પિટલમાં એમપી શાહ મેડિકલ કોલેજના વિધાર્થીઓ અભ્યાસ કર્યા બાદ દેશ વિદેશમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હોય છે અને આ વિધાર્થીઓ પણ જી જી હોસ્પિટલમાં છેલ્લા કેટલાય વર્ષોથી દાન આપે છે.