• જામનગરમાં રહેણાંક મકાનમાં એકાએક આગ ભભૂકી
• મકાન ઘણાં સમયથી હતું બંધ હાલતમાં
• મકાનમાં રહેલું ફર્નિચર તેમજ ઘરવખરી બળીને ખાખ
જામનગરઃજામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નીલકમલ સોસાયટી નજીકની સોઢા સ્કૂલ પાસે ટેનામેન્ટ ધરાવતા તુષારભાઈ નામના આસામીના રહેણાંક મકાનમાં આજે સવારે દસેક વાગ્યે કોઈ કારણથી આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયર સ્ટાફ દોડી ગયો હતો. ફાયરના જવાનોએ એક ફાયર ફાઇટર વડે પાણીનો મારો શરૂ કરી આગને કાબૂમાં લીધી હતી.
- 4 લાખ રૂપિયાનું નુકસાન