ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરની કોવિડ હોસ્પિટલમાં આજે શુક્રવારે 1,000 કોવિડ દર્દીઓ દાખલ થાય તેવી શક્યતા

જામનગરમાં કોરોના મામલે સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ બની છે. જી. જી. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. મોરબી સહિતના જિલ્લાઓમાંથી જામનગરમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે કોવિડ હોસ્પિટલમાં આજે શુક્રવારે 1,000 કોવિડ દર્દીઓ દાખલ થાય તેવી શક્યતા છે.

Gujarat
Gujarat

By

Published : Apr 9, 2021, 1:47 PM IST

  • જામનગરમાં કોરોના બન્યો આઉટ ઓફ કન્ટ્રોલ..?
  • કોવિડ હોસ્પિટલમાં આજે શુક્રવારે 1,000 કોવિડ દર્દીઓ દાખલ થાય તેવી શક્યતા
  • જી. જી. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળી

જામનગરમાં કોરોના મામલે સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ બની છે. જી. જી. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. મોરબી સહિતના જિલ્લાઓમાંથી જામનગરમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.

જામનગરની કોવિડ હોસ્પિટલમાં આજે શુક્રવારે 1,000 કોવિડ દર્દીઓ દાખલ થાય તેવી શક્યતા

1200 બેડની પથારી હાલ મોટાભાગે ફૂલ થવા જઈ રહી છે

જી. જી. કોવિડ હોસ્પિટલમાં 1200 બેડની પથારી હાલ મોટાભાગે ફૂલ થવા જઈ રહી છે અને દરરોજ જામનગરમાં કોરોના પોઝિટિવ 250થી પણ વધુ દર્દીઓ નોંધાયા છે. તેમજ મોતનો આંકડો પણ દિવસે- દિવસે ખૂબ વધી રહ્યો છે, ત્યારે જામનગરની જી. જી. હોસ્પિટલનું ETV BHARAT દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતુ અને કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી રહી છે.

કોવિડ હોસ્પિટલ

આ પણ વાંચો :વડોદરાની આટલાદરા BAPS હોસ્પિટલમાં 500 બેડની વ્યવસ્થા

કોવિડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કોવિડ દર્દીઓનો ધસારો

જામનગર કોવિડ હોસ્પિટલમાં ગઈકાલે ગુરુવારે 750 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતા. તો આજે શુક્રવારે વધુ 250 જેટલા દર્દીઓ દાખલ થાય તેવી શક્યતા છે. જામનગરમાં આજે 17 જેટલા કોરોનાના દર્દીઓ અવસાન પામ્યા છે. જેમાં 7 દર્દીઓ માત્ર મોરબી શહેરના છે. ગઈકાલથી અન્ય જિલ્લાના કોવિડ દર્દીઓ જામનગર કોવિડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સારવાર લેવા માટે આવી રહ્યા છે.

કોવિડ હોસ્પિટલ

ABOUT THE AUTHOR

...view details