ગુજરાત

gujarat

ETV Bharat / city

અમરનાથમાં વાદળું ફાટ્યું, જામનગરના આટલા લોકો ફસાયા - પર્વત બચાવ ટીમ

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં(Anantnag district of Jammu Kashmir) પવિત્ર અમરનાથ ગુફા વિસ્તારમાં(Cloud Burst in Amarnath) વાદળ ફાટવાથી ઘણા યાત્રીઓ ફસાયા છે અને 16 જેટલા યાત્રિકો મૃત્યુ પામ્યા છે. આમ જામનગરના યાત્રિકો પણ હતા અને તે ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.યાત્રિકોને સંગમ ઘાટી પાસે રોકી દેવામાં આવ્યા હતા.

અમરનાથમાં વાદળું ફાટ્યું, જામનગરના આટલા લોકો ફસાયા
અમરનાથમાં વાદળું ફાટ્યું, જામનગરના આટલા લોકો ફસાયા

By

Published : Jul 9, 2022, 5:07 PM IST

જામનગર:અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. આ યાત્રામાં જામનગરના યાત્રિકો પણ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ભગવાન અમરનાથની યાત્રામાં સેંકડો ગુજરાતી ભાવિકો શુક્રવારે સવારે બાબા બર્ફાનીના દર્શન માટે નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં વાદળ ફાટતા તમામ યાત્રિકોને સંગમ ઘાટી પાસે(Sangam valley near Amarnath cave) રોકી દેવામાં આવ્યા હતા. જેના કારણે યાત્રિકોને ફરજિયાત અધવચ્ચે જ રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો:અમરનાથ યાત્રીનો સેના જવાનોએ બચાવ્યો જીવ, જાણો શું છે સમગ્ર ઘટના

સંગમ ઘાટી પાસે યાત્રિકોને રોકી દેવાયા -આ વિશે જાણવા મળી રહ્યું છે કે, અમરનાથ યાત્રામાં વાદળ ફાટતાની ઘટનામાં જામનગરના 20 યાત્રિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હાલ તેઓ સહી સલામત છે. જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લાના યાત્રિકોનો(Pilgrims from Dwarka district) પણ સમાવેશ થાય છે. જેમણે હાલ સંગમ ઘાટી પાસે જ રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અહીંથી આગળ વધવા દેતા ન હતા. આથી રાત્રી રોકાણ સંગમ તીર્થ ખાતે જ કરાયું છે. સુરત જિલ્લા માટે પણ રાહતના સમાચાર મળી રહ્યા છે.

આ પણ વાંચો:અમરનાથ યાત્રામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, 6 લોકો એરલિફ્ટ, 16ના મોત

પર્વત બચાવ ટીમની શોધખોળ શરૂ -જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પવિત્ર અમરનાથ ગુફા (Amarnath Yatra 2022) વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે અનેક યાત્રાળુઓ ગુમ છે. સેનાએ શનિવારે સવારે બચાવ કામગીરી શરૂ કરી હતી. 6 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ પર્વત બચાવ ટીમે(Mountain Rescue Team) ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી દીધી છે. મીડિયા અહેવાલો અનુસાર, વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા ત્રણ લંગર (સામુદાયિક રસોડા) અને 25 પેસેન્જર ટેન્ટ ધોવાઈ ગયા હતા. લગભગ 40 યાત્રાળુઓ ગુમ છે

ABOUT THE AUTHOR

...view details