ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર શહેરનો વિકાસ તો થયો પણ ફૂટપાથ માટે યોગ્ય વ્યવસ્થાનો આભાવ - jamnager

જામનગર શહેરમાં પહોળા રસ્તાઓ પહેલેથી જ છે પણ દબાણને કારણે તે રસ્તાઓ નાના થતા જાય છે જેના કારણે અવાર-નવાર અક્સ્માત સર્જાય છે.

zzzz
જામનગર શહેરનો વિકાસ તો થયો પણ ફૂટપાથ માટે યોગ્ય વ્યવસ્થાનો આભાવ

By

Published : May 29, 2021, 9:32 AM IST

  • જામનગરના રસ્તાઓની હાલત ખરાબ
  • જિલ્લાના માર્ગ પર અનેક દબાણો
  • રસ્તાઓ પર ફુટપાથની કમી

જામનગર: જિલ્લાને છોટા કાશી કહેવાય છે અહીં રજવાડા વખતથી પહોળા રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. જો કે સમય પસાર થતા શહેરની વસ્તી વધીને 8 લાખ જેટલી થઈ ગઈ છે સાથે શહેરમાં રસ્તાઓ પણ સારા બનાવવામાં આવ્યા પણ રાહદારીઓ ચાલવા માટે યોગ્ય રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. જેના કારણે અવારનવાર રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે.

રસ્તાઓ પર ફુટપાથની કમી

જામનગર શહેરમાં આમ તો ઓવરબ્રિજ અને નાના મોટા બ્રિજ બનાવવામાં આવ્યા છે,પણ વિકાસની વણથભી યાત્રા માં ક્યાંક ફૂટપાથ પરનો રસ્તો બનાવવામાં આવ્યો નથી. લોકો વોકિંગ કરવા માટે શહેર મધ્ય આવેલા લાખોટા તળાવ પર વોકિંગ અને રનિંગ માટે જતા હોય છે.જો કે રસ્તે પસાર થતા રાહદારીઓને માટે ફૂટપાથ પર કોઈ રસ્તો બનાવવામાં આવ્યો નથી.શહેરમાં મુખ્ય માર્ગ ગણાતા ગૌરવ પથ પર બને બાજુ રાહદારીઓ ચાલી શકે તે માટે ફૂટપાથ પર રસ્તો બનાવવામાં આવ્યો છે.

જામનગર શહેરનો વિકાસ તો થયો પણ ફૂટપાથ માટે યોગ્ય વ્યવસ્થાનો આભાવ
રસ્તાઓ પર દબાણ

દેશી રજવાડા વખતે જે રસ્તા બનાવવામાં આવ્યા છે તમે ખાસ કાઈ કર્ફ જોવા મળતો નથી અને શહેરમાં મોટા ભાગના જાહેર માર્ગ પર ફૂટપાથ પર લારી ગલ્લાઓ ગેરકાયદેસર રાખવામાં આવ્યા હોય છે. તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ પણ દૂર કરવામાં આવતું નથી, જેના કારણે રાહદારીઓ ફૂટપાથ પર બનાવવામાં આવેલ રસ્તા પર ચાલી શકતા નથી.

આ પણ વાંચો : ચૂંટણી પહેલા રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું, ચૂંટણી બાદ કામ કરવાનું ભૂલાઈ જતા લોકોને હેરાનગતિ


શુ કહ્યું કમિશનર સતીશ પટેલ?

ETV Bharat દ્વારા સમગ્ર મામલે મહાનગપાલિકાના કમિશનરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે મહાનગપાલિકા દ્વારા સતત લોકોની સુખાકારી વધે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને જાહેર માર્ગો પર જે દબાણ છે તે પણ શહેરની એસ્ટેટ શાખા દ્વારા દૂર કરવામાં આવે છે..આગામી સમયમાં શહેરમાં જે બાગ બગીચા બનાવવામાં આવ્યા છે ત્યાં પણ લોકો વૉકિંગ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details