- શા માટે 3 કલાક સુધી બહાર મૃતદેહ રાખવામાં આવે છે
- સ્મશાનના ગેટ પાસે બે દર્દીઓની બોડી બહાર રાખવામાં આવી હતી
- મૃતદેહ બહાર મૂકી રાખતા બાળકો કોરોનાનો ભોગ બની શકે છે
જામનગરઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સાથે મૃત્યુઆંક પણ સતત વધતો જોવા મળી રહ્યો છે. જ્યારે જામનગરમાં વૉર્ડ નંબર 1માં SSB ગેટ સામે આવેલા મહેશ્વરી સમાજના સ્મશાનના ગેટ પાસે બે કોરોનાના દર્દીઓની બોડી બહાર રાખવામાં આવી હતી.
આ પણ વાંચોઃહવે વગર વેઈટિંગે થશે અંતિમ સંસ્કાર, 10 કલાક પહેલાંથી જ તૈયાર કરી દેવાઈ છે ચિતાઓ
મૃતદેહને ગેટ પર મૂકી રાખતા બાળકો કોરોનાનો ભોગ બની શકે છે
મહેશ્વરી સમાજના લોકોએ જણાવ્યું હતું કે, મૃતદેહ દફનાવ્યા પહેલા તેની વિધિ કરવામાં આવે છે, એમાં ઘણો સમય લાગે છે. જો કે મૃતદેહ સ્મશાનમાં રાખવાના બદલે ગેટ પર મૂકી રાખવામાં આવતા આજુ-બાજુમાં રમતા બાળકો પણ કોરોનાનો ભોગ બની શકે છે.
સ્થાનિક મહિલાઓએ કર્યો વિરોધ