- જામનગરમાં 40મી શિવ શોભાયાત્રા યોજાઈ
- શોભાયાત્રામાં હર્ષોલ્લાસ સાથે ભક્તો જોડાયા
- જામનગરમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
જામનગરઃ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નાગેશ્વર મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું છે અને શહેરના તમામ રાજમાર્ગોપર ભોળાનાથની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
કોવિડ ગાઈડલાઈનનું કરવામાં આવ્યું પાલન
શોભાયાત્રામાં આવેલા તમામ લોકોએ ફરજિયાત માસ્ક પહેરવા તેમજ સોશિયલ distanceનું ધ્યાન રાખવાનું અને સેનેટાઇઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. રાજ્ય સરકારની ગાઇડ લાઇનનો સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું છે. શોભાયાત્રામાં નીકળતા લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટ્યા હતા. તો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.
ભવ્ય શિવ યાત્રામાં હકુભા જાડેજા અને ધારાસભ્ય વિક્રમ માડમ જોડાયા
જામનગરમાં નાગેશ્વર મહાદેવના મંદિરથી ભવ્ય શિવ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના અન્ન અને પૂરવઠા પ્રધાન હકુભા જાડેજા અને ધારાસભ્ય વિક્રમ માડમ પણ શોભાયાત્રામાં જોડાયા હતા. હકુભા જાડેજા અને વિક્રમ માડમ દર વર્ષે શિવ શોભાયાત્રામાં જોડાતા આવ્યા છે અને આ વર્ષે પણ તેમણે આ પ્રસંગમાં હાજરી આપી હતી.