ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં ટેરેસ ગાર્ડન તથા કિચન ગાર્ડનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું - Kitchen Garden

આજ કાલ લોકો કિચન ગાર્ડનિગ તરફ વળી રહ્યા છે જેના દ્વારા લોકોને ઘરનું જ તાજૂ શાકભાજી મળી રહે આ અભિગમને વધુ પ્રોત્સાહન આપવા માટે જામનગરમાં ટે ટેરેસ ગાર્ડન તથા કિચન ગાર્ડનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

workshop
જામનગરમાં ટેરેસ ગાર્ડન તથા કિચન ગાર્ડનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

By

Published : Jul 5, 2021, 6:46 AM IST

  • દુનિયાને માથે ગ્લોબલ વોર્મિગનું સંકટ
  • વધતી જતી વસ્તી ચિંતાનો વિષય
  • જામનગરમાં કિચન ગાર્ડિંગનો યોજાયો વર્કશોપ

જામનગર: દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. જેને માટે વધતી જતી વસ્તી એક મુખ્ય કારણ છે. વધતી જતી વસ્તીને ઘરોની સુવિધા પૂરી પાડવા માટે જંગલોનો સફાયો કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં એક તરફ ઓધૌગીક વિકાસ થઈ રહ્યો છે તો બીજી તરફ પર્યાવરણને નુક્સાન પણ પહોંચી રહ્યું છે. શહેરમાં એક બાજુ વસ્તી વધી રહી છે તો બીજી બાજુ વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે, ત્યારે શહેરીજનો પોતાના ફ્લેટમાં અને અગાસીમાં ગાર્ડનિંગ કેવી રીતે કરી શકે તે અંગે વર્કશોપ યોજવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : ધોળા મીઠાનો કાળો કારોબાર : ETV Bharat ના અહેવાલ બાદ પાટણ કલેક્ટરે આપ્યો તપાસનો આદેશ

ગાર્ડનિંગ વર્કશોપ

નવાનગર નેચર કલબ દ્વાર વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે તે માટે ટેરેસ ગાર્ડન તથા કિચન ગાર્ડનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જુદા જુદા વકતોએ પોતાના અનુભવો શહેરીજનો સમક્ષ રજુ કર્યા હતા અને લોકો વધુમાં વધુ ટેરેસ અને કિચન ગાર્ડનિંગ તરફ ધ્યાન આપે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સાંતલપુરના રણમાં વન અભ્યારણ અને આઈલેન્ડને નષ્ટ કરવાનો ભૂમાફિયાઓનો કારસો


નવા નગર નચેર કલબ દ્વારા કરવામાં આવ્યું આયોજન

જામનગરમાં યોજાયેલ વર્કશોપમાં સૌરાષ્ટ્રના જાણીતા વનસ્પતિ શાસ્ત્રી તેમજ વન વિભાગના નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર દ્વારા લોકોને ટેરેસ અને કિચન ગાર્ડનિંગ કેવીરીતે બનાવવા તે અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details